સોશ્યલ મીડિયાના આ બન્ને ફેમસ કલાકારો આજે રાત્રે ઉપસ્થિત રહી લોકોનું મનોરંજન પૂરું પાડશે મોરબી : સમગ્ર મોરબીવાસીઓ એકદમ સુરક્ષિત વાતાવરણમાં પરિવાર સાથે આનંદ કિલ્લોલ સાથે જન્માષ્ટમીનો મેળો માણી શકે તે માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીવાસીઓ માટે ક્રિષ્ના ઉસત્વ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જન્માષ્ટમીનો દસમ સુધીનો તહેવાર પૂરો થયા બાદ પણ આ લોકમેળા પગ મુકવાની જગ્યા ન બચી હોય તેટલી જનમેદની ઉમટી પડે છે.અભૂતપૂર્વ પ્રતિસાદને પગલે યંગ ઇન્ડિયા ગ્રુપના ક્રિષ્ના મેલાને તા.29 સુધી લંબાવાયો છે. ત્યારે લોકોને મનોરંજન આપવા માટે આજે રાત્રે સોશ્યલ મીડિયાના ફેમસ કલાકારો વિજુડી અને રાજ્યો ઉપસ્થિત રહેશે. મોરબીમાં સામાજિક સ્તરેથી વિવિધ કાર્યક્રમો થકી અવિરતપણે દેશભાવનાને ઉજાગર રાખવાનો સક્રિય પ્રયાસ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરીજનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો જન્માષ્ટમી નિમિતે એકદમ સુરક્ષિત વાતાવરણમાં અને નિઃશુલ્ક પ્રવેશ સાથે મેળાનો ભરપૂર આનંદ ઉઠાવી શકે તે માટે શહેરના કંડલા બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ વિશાળ મેદાનમાં આયોજિત ક્રિષ્ના ઉત્સવ મેળામાં સાતમના દિવસથી જ મોટી સંખ્યામાં લોકો મેળો મહાલવા ઉમટી પડ્યા હતા અને મેળાની મનભરીને મોજ માણી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપનો મોરબીવાસીઓ તેમજ આસપાસની જનતા માટે જન્માષ્ટમીનો એકમાત્ર સુરક્ષિત લોકમેળો હોવાથી જન્માષ્ટમી અને નોમ તેમજ દસમના દિવસે હૈયે હૈયું દળાઈ તેટલી જનમેદની ઉમટી પડી હતી. જન્માષ્ટમી પછી મેળામાં લોકો ઉમટી પડતા હોવાથી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું કે, બે વર્ષ બાદ મેળો યોજાયો હોય અને આપણે ત્યાં અમાસ સુધી મેળાની પરંપરા હોય હજુ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય લોકોની લાગણીને ધ્યાને લઈને ક્રિષ્ના ઉત્સવ મેળો તા.29 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે અને અત્યાર સુધીમાં લોકોને નિર્દોષ આનંદ આપવા માટે જાણીતા ગીતકાર, સંગીતકાર સહિતના કલાકારો આવી ચુક્યા હોય ત્યારે આજે વધુ બે કલાકારો મેળામાં આવશે. જેમાં સોશ્યલ મીડિયામાં અવનવા રમુજી વીડિયો સાથે ધૂમ મચાવતા વિજુડી અને રાજ્યો આજે રાત્રે 8 વાગ્યે ક્રિષ્ના ઉત્સવ મેળામાં હાજર રહી પોતાના આગવા અંદાજમાં લોકોને મનોરંજન પૂરું પાડશે.