મોરબી જિલ્લાના 10 ડેમમાં સરેરાશ 22.18 ટકા જળ જથ્થો ઉપલબ્ધમોરબી : રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમ દ્વારા 30-06-2026 ના રોજ જળાશયોની વિગત જાહેર કરવામાં આવી છે. આ આંકડાઓ મુજબ, મોરબી જિલ્લાના જળાશયોમાં હાલ સરેરાશ 22.18% જળ જથ્થો સંગ્રહિત છે. મોરબી જિલ્લાના તમામ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા 10829 મી.ક્યુ.ફુટ છે.સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના કુલ 10 જળાશયોની આજની જળ સપાટી અને ભરાયેલ જથ્થાની ટકાવારી નીચે મુજબ છે.મચ્છુ-1: ડેમની આજની જળ સપાટી 21.60 ફૂટ છે અને તે 22.21% ભરાયેલ છે.મચ્છુ-2: ડેમની આજની જળ સપાટી 15.40 ફૂટ છે અને તે 22.66% ભરાયેલ છે.ડેમી-1: ડેમની આજની જળ સપાટી 1.30 ફૂટ છે અને તે 1.46% ભરાયેલ છે.ડેમી-2: ડેમની આજની જળ સપાટી 6.40 ફૂટ છે અને તે 17.72% ભરાયેલ છે.ઘોડાધ્રોઈ: ડેમની આજની જળ સપાટી 9.90 ફૂટ છે અને તે 59.13% ભરાયેલ છે.બંગાવડી: ડેમની આજની જળ સપાટી 9.10 ફૂટ છે અને તે 31.47% ભરાયેલ છે.બ્રાહમણી: ડેમની આજની જળ સપાટી 11.30 ફૂટ છે અને તે 22.24% ભરાયેલ છે.બ્રાહમણી-2: ડેમની આજની જળ સપાટી 9.00 ફૂટ છે અને તે 36.22% ભરાયેલ છે.મચ્છુ-3: ડેમની આજની જળ સપાટી 8.20 ફૂટ છે અને તે 40.58% ભરાયેલ છે.ડેમી-3: ડેમની આજની જળ સપાટી 0.00 ફૂટ છે અને તેમાં 0.68% જળ જથ્થો છે.હાલમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં સારો વરસાદ નોંધાય અને તમામ ડેમમાં નવા નીરની આવક થાય તેવી આશા સેવાઈ રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #DamWaterLevel #MachchhuDam #Monsoon2026 #GujaratRain #WaterUpdat