મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં દરરોજ ખેડૂતો વિવિધ જણસીઓ વેચવા માટે આવે છે. હાલ કપાસ, તલ, મગફળીની સિઝન હોય દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો આ જણસીઓ લઈને વેચવા માટે આવી રહ્યા છે. ત્યારે આજ રોજ તારીખ 26 ડિસેમ્બરે 2075 ક્વિન્ટલ એટલે કે 10375 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1510 બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 100 ક્વિન્ટલ ઘઉની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 644, તલના 2348, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1130 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4450, બાજરાના 573, સોયાબીનના 794, ચણાના 1248, અને એરંડાના 1147 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 240 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 560 રૂપિયા, કોબીજના 160 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 340 રૂપિયા ભાવ બોલાયા છે.