આરોગ્ય વિભાગે રવિવારે ટેસ્ટિંગ ઘટાડતા પોઝિટિવ કેસનો આકડો ઘટ્યો મોરબી : આજે રવિવારે મોરબી જિલ્લામાં કોરોનાએ રજા રાખી હોય તેવી સ્થિતિમાં માત્ર બે જ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જો કે, ઓછા કેસ આવવા પાછળ આજે ટેસ્ટિંગ ઓછું થયું હોવાથી કેસ ઘટ્યા છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં 98 શંકાસ્પદ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જે પૈકી મોરબી અને માળીયા ગ્રામ્યમાં એક એક કેસ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ આજે મોરબીના 6 અને માળિયાના 1 મળી કુલ 7 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવતા એક્ટિવ કેસની સંખ્યા 55 થવા પામી છે.