જાણો.. હાઇપરટેન્શન (હાઈ બી.પી.)ને લગતી જનઉપયોગી માહિતી (આલેખન : ડો. વિપુલ માલસણા, ગોકુલ હોસ્પિટલ, મોરબી) હાઇપરટેન્શનના કારણો (1) Primary Hypertension- - મોટાભાગના (80-90%) કેસમાં જીનેટિક એટલે કે વારસાગત એટલે કે શરીરનું બંધારણ જ જવાબદાર હોય છે. - એટલે કે મોટાભાગના કેસમાં બીપી થવાનું કોઈ ચોક્કસ કારણ હોતું નથી. (2) Secondary Hypertension- - એટલે કે અમુક ટકા (10-20%) કેસમાં શરીરની બીજી કોઈ બીમારીને લીધે બીપી આવે - જેમ કે.... ॰ડાયાબિટીસ ॰ પ્રેગ્નન્સી ॰ કિડનીની બીમારી ઓ ॰ હાઇપર થાઇરોઇડિઝમ ॰ Cushing syndrome ° pheochromocytoma ° વધુ પડતી સ્ટીરોઈઙની ગોળીઓ હાઇપરટેન્શન વધારનાર પરિબળો -Obesity - શરીરની સ્થૂળતા -Stress -ચિંતા ,તણાવ -Physical inactivity- કસરતનો અભાવ -Excessive salt- વધારે પડતા નમક વાળો ખોરાક -Lack of sleep- અપૂરતી ઊંઘ -Habits- તમાકુ બીડી દારૂ વગેરે હાઇપરટેન્શન (હાઈ બીપી)ના લક્ષણો ° માથું દુખવું °ચક્કર આવવા °વધુ પડતો પરસેવો થવો °છાતીમાં દુખવું °ખાલી ચડવી ° મોટાભાગના કેસમાં અમુક મહિનાઓ સુધી કાંઈ પણ લક્ષણ જોવા ન મળે એવું પણ બની શકે અને માત્ર ચેકઅપ દરમિયાન જ ખબર પડે. હાઇપરટેન્શનની સારવાર - ડોક્ટરના સુચવ્યા મુજબ નિયમિત પણે ગોળીઓ લેવી જરૂરી છે. - મોટાભાગના કેસમાં કાયમ માટે ગોળીઓ ચાલુ રાખવી જરૂરી હોય છે. હાઇપરટેન્શનની પરેજીમાં શું ધ્યાન રાખવું? - ખોરાકમાં વધુ પડતું નમક ટાળવું જોઈએ - દરરોજ નિયમિત ચાલવાનું રાખો - શરીરની સ્થૂળતા ઘટાડો - પૂરતી ઊંઘ લો - ચિંતા ન કરો, તણાવમુક્ત બનવું - તમાકુ બીડી દારૂ બંધ કરવા હાઈપરટેન્શન (હાઈ બીપી)ની આડઅસરો જો બી.પી.ને કાબૂમાં રાખવામાં ન આવે તો નીચે મુજબની આડઅસરો થઈ શકે છે. °હાર્ટ એટેક °પેરાલિસિસનો હુમલો °આંખની રોશની કમ થવી ° બ્રેઈન હેમરેજ ° કિડની નબળી પડવી ° વારંવાર નસકોરી ફૂટવી Take Home Message - નિયમિત જીવન શૈલીથી બીપીને વહેલા આવતું રોકી શકાય છે - બીપી આવી ગયા પછી પણ બરાબર પરેજી પાળવાથી થતા નિયમિત દવાઓ લેવાથી તેની આઙ અસરોથી બચી શકાય છે.