મોરબી : સમગ્ર દુનિયામાં 24 માર્ચના રોજ વર્લ્ડ ટ્યુબરક્લોસિસ ડે (વિશ્વ ક્ષય દિવસ) ઉજવવામાં આવે છે. ટી.બી.ની બીમારી સામે દરેક લોકોને જાગૃત કરવા એ જ મુખ્ય હેતુ છે. ટી.બી. માઈક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ નામના બેક્ટેરિયાના કારણે ફેલાય છે. આ એક બેક્ટેરિયસ સંક્રમણ છે, જે ફેફસાને અસર કરે છે. અને તે મગજ અને કરોડરજ્જુ જેવા ભાગોમાં વધારે ફેલાય છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને આ રોગથી બચાવવા માટે ક્ષયથી પીડાતા રોગીઓને શોધી કાઢી તેમને મફત સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે.ક્ષયના લક્ષણોલેટેન્ટ (સુષુપ્ત) ટી.બી.ના કોઈ લક્ષણ હોતા નથી. ચામડી અથવા બ્લડ ટેસ્ટ કરાવવાથી ખબર પડી શકે છે. તેમજ એક્ટીવ (સક્રિય) ટી.બી.માં 3 અઠવાડિયામાં મોટાભાગે કફ બનવાનું શરુ થઈ જાય છે. છાતીમાં દુ:ખવુ, ખાંસીમાં લોહી નિકળવું, થાક લાગવો, રાતના પરસેવો થવો, ઠંડી લાગવી, તાવ આવવો, ભુખ ના લાગવી, વજન ઘટી જવુ આ તેના મુખ્ય લક્ષણ છે.ટી.બી.ની સારવારટી.બી.ની સારવાર માટે શરુઆતના સમયમાં જરુરી પરેજી પાળવી જરુરી છે. દર્દીની સારવાર દરમિયાન તેને ખૂબ પોષ્ટીક ખાવાનુ લેવુ જોઈએ. આ સાથે તેને એક્સરસાઈઝ કરવી જોઈએ. યોગ કરવા જોઈએ. સમયાંતરે ડોક્ટરોની સલાહ લેવી જોઈએ. તો 6 થી 9 મહીના સુધી કેટલાક પ્રકારની દવા લેવી જરૂરી છે. જેનાથી ટી.બી.નો ઈલાજ થઈ શકે છે.વિશ્વ ક્ષય દિવસનો ઈતિહાસવિશ્વ ક્ષય દિન સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૪ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં ૨૪ માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી, ૨૪ માર્ચના દિવસે વિશ્વ ક્ષય દિન ઉજવવામાં આવે છે.ક્ષયનો રોગ બીડી, સિગારેટ, તમાકુ વગેરેના વધુ પડતા સેવનના કારણે થાય છે. આ રોગે આખા વિશ્વને લપેટમાં લીધું હતું. ઇ.સ. ૨૦૧૮માં આશરે ૧ કરોડ લોકોને ક્ષયનો ચેપ લાગ્યો હતો અને તેમાંથી ૧૫ લાખ લોકોના મૃત્યુ થયા હતા, જેમાંથી મોટાભાગના લોકો વિકાશશીલ દેશોમાંથી હતા.ક્ષયમુક્ત ભારત અભિયાનભારત સરકારે સન 2025 સુધીમાં દેશમાંથી આ રોગને નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે. આપણા દેશમાં 1962માં રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અને 1963થી સુધારેલો રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સમય તેમજ સારવાર ના વિજ્ઞાનમાં પ્રગતિની સાથે તેની કાર્ય પદ્ધતિ અને દવાઓમાં સુધારા વધારા સાથે કાર્યક્રમનો અમલ થઈ રહ્યો છે. ક્ષયની તપાસ અને સારવાર તમામ સરકારી દવાખાનાઓમાં વિનામૂલ્યે કરવામાં આવે છે.