બ્રિટિશ રાજકારણી જોન મોન્ટાગુએ સેન્ડવીચની શરૂઆત કરી હોવાનું કહેવાય છેમોરબી : વેજ સેન્ડવીચ, ગ્રીલ સેન્ડવીચ, આલૂ સેન્ડવીચ, પિઝા સેન્ડવીચ, કોર્ન સેન્ડવીચ, બોમ્બે સેન્ડવીચ જેવી જાત-જાતની સેન્ડવીચ આજકાલ ટ્રેન્ડમાં છે. સેન્ડવીચ એક એવો નાસ્તો છે, જે હવે માત્ર સવારના નાસ્તા તરીકે જ નહીં પણ ટી-ટાઈમ સ્નેક્સ અને સાંજના નાસ્તા તરીકે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. દર વર્ષે ત્રીજી નવેમ્બરે વર્લ્ડ સેન્ડવીચ ડે ઉજવવામાં આવે છે. સેન્ડવીચની લોકપ્રિયતા વધવાનું કારણ એ પણ છે કે તેને એક હાથે સરળ રીતે ખાઈ શકાય છે. તેને કાંટા કે છરીની જરૂર નથી અને તેમાં ઇચ્છિત સ્ટફિંગ ભરી શકાય છે. આધુનિક સમયમાં સેન્ડવીચ દરેકની પસંદગી છે, પરંતુ તેને ખાતી વખતે તેની કેલરીનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. એટલે સેન્ડવીચ વીટબ્રેડમાં ખાવી જોઈએ અને મેંદાની બ્રેડ ટાળવી જોઈએ. હવે ચાલો જાણીએ કઈ રીતે બની હતી સેન્ડવીચ.લેટ નાઈટ સ્નૅક્સ તરીકે શરૂઆતસેન્ડવીચ પશ્ચિમી દેશોનું વ્યંજન છે. કહેવાય છે કે પ્રથમવાર સેન્ડવીચ 18મી સદીમાં બનાવાઇ હતી. ભારતીયોએ પશ્ચિમની આ ભેટને અપનાવી છે, તેમાં શાકભાજી ઉમેરીને ભારતીય સ્વાદ સાથે તેને નવું સ્વરૂપ આપ્યું. પશ્ચિમી દેશોમાં લેટ નાઈટ સ્નૅક્સ તરીકે સેન્ડવીચનો ઉદ્દભવ થયો હોવાનું માનવામાં આવે છે. બ્રિટિશ રાજકારણી જોન મોન્ટાગુએ સેન્ડવીચની શરૂઆતબ્રિટિશ રાજકારણી જોન મોન્ટાગુએ સેન્ડવીચની શરૂઆત કરી હોવાનું કહેવાય છે. પત્તા રમતી વખતે તેને બે ટોસ્ટ વચ્ચે જોઈતું સ્ટફિંગ ખાવાનું ગમતું. જેથી, તેમના પત્તાં ગંદા ન થાય અને રમત બંધ ન થાય. મોન્ટાગુ સેન્ડવિચ નામની જગ્યાના ચોથો અર્લ હતો, જે દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડમાં છે. ત્યાં જ તેનું નામ સેન્ડવીચ પડ્યું. ધીમેધીમે તેનો ઉપયોગ નાસ્તા વગેરેમાં થવા લાગ્યો અને તે દરેક ઘરની પસંદગી બની ગઈ. જ્હોન મોન્ટાગુનો જન્મ 3 નવેમ્બર, 1718ના રોજ થયો હતો. તેમના માનમાં સેન્ડવિચ ડે ઉજવવામાં આવે છે.