મોરબી : માર્ચ મહિનાના બીજા ગુરુવારને વર્લ્ડ કિડની ડે તરીકે ઉજવવામાં આવે છે. હાલના સમયમાં દુનિયામાં કિડની ફેલિયરનું પ્રમાણ ભયજનક હદે વધી રહ્યું છે. ત્યારે દરેકે પોતાની કિડનીની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. કિડની ખરાબ થાય પછી સર્વાઇવ થવું ખૂબ મુશ્કેલ અને ખૂબ ખર્ચાળ છે. ભારતમાં દર વર્ષે 2 લાખ લોકો કિડની ફેલિયરના શિકાર બની રહ્યા છે. ત્યારે કિડનીની સંભાળ કેવી રીતે રાખવી? કિડની ખરાબ થવાનો ખ્યાલ કઈ રીતે આવે? સહિતની કિડની અંગેની સંપૂર્ણ માહીતી www.KidneyEducation.com વેબસાઈટ પરથી મેળવી શકાશે. આ વેબસાઈટ પરથી કિડની વિશેની વિગતવાર જાણકારી 37 ભાષામાં વિનામૂલ્યે પ્રાપ્ત થઇ શકશે. 100થી વધુ કિડની નિષ્ણાંતો દ્વારા નિર્મિત 200 પાનાનું “તમારી કિડની બચાવો” પુસ્તક 37 ભાષામાં આ વેબસાઈટ પરથી વિનામૂલ્યે મેળવી શકાશે. વ્હોટસએપ દ્વારા વિનામૂલ્યે કિડની પુસ્તક મેળવવા માટે મો.નં. 9426933238 પર સંપર્ક કરવાનો રહેશે. વધુમાં, કિડની રોગથી બચવા માટેની જરૂરી માહિતીનો વિડીઓ યુટ્યુબ પર જોઈ શકાશે. https://youtu.be/O-RUGdBGxwc