આ ખામી મગજ દ્વારા થતા માહિતીના પૃથ્થકરણના માર્ગને અસર કરે છેવાદળી રંગને ઓટીઝમનું પ્રતિક માનવામાં આવે છેમોરબી : વિશ્વ સંભાષણ અક્ષમતા જાણકારી દિન (World Autism Awareness Day) દર વર્ષ 2 એપ્રિલના રોજ ઉજવાય છે. યુનાઈટેડ નેશન્સ જર્નલ એસેમ્બલીએ 1 નવેમ્બર 2007ના રોજ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ મનાવવા માટેનો ઠરાવ પસાર કર્યો હતો. તેને 18 ડિસેમ્બર 2007ના રોજ એસેમ્બલી દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ ઉજવાય છે.સંભાષણ અક્ષમતા એટલે કે ઓટીઝમ સ્પેક્ટ્રમ ડીસઓર્ડર્સ એ માનવીના શરીરની સમસ્યા છે. આ ખામી મગજ દ્વારા થતા માહિતીના પૃથ્થકરણના માર્ગને અસર કરે છે અને આ ખામી ધરાવતા વ્યક્તિને તેઓ જે જુએ, સાંભળે તેને યોગ્ય રીતે સમજવામાં અવરોધે છે. આને કારણે તે વ્યક્તિને સામાજીક સંબંધો, પ્રતયાયન અને વર્તણૂંકની અનુભૂતિમાં મુશ્કેલીઓ પડે છે. આમ શેના કારણે થાય છે તેની હજુ જાણકારી ન હોવાને કારણે તેનો ઇલાજ પણ નથી.ભારતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અનુસાર પ્રત્યેક 110માંથી એક બાળક ઓટીઝમની બીમારી પીડિત હોય છે અને દર 70માંથી એક બાળક આ ડિસઓર્ડરથી પ્રભાવિત હોય છે. છોકરીઓ કરતાં છોકરાઓને આ બીમારી થવાની શક્યતા વધુ હોય છે. રોગનું નિદાન કરવાની કોઈ ચોક્કસ રીત જાણી શકાય નથી, પરંતુ જો વહેલું નિદાન કરવામાં આવે તો સ્થિતિ સુધારવા માટે કંઈક કરી શકાય છે.ઓટીઝમ અથવા ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એટલે કે ASD એ મગજનો રોગ છે. આ રોગ મોટે ભાગે બાળકોમાં જોવા મળે છે. સાથે જ તેની ખબર પડવી પણ અઘરી છે. જો કોઈ બેથી ત્રણ વર્ષનું બાળક હોય તો તેનામાં આ રોગના લક્ષણો જલ્દી જોવા મળતા નથી.ઓટીઝમના લક્ષણોઆ રોગના લક્ષણો વહેલા દેખાતા નથી. ઓટિઝમ બાળકની જ્ઞાનતંતુ, અંતસ્ત્રાવ અને પાચનક્રિયાને અસર કરતી બીમારી છે અને તે બાળકોમાં જોવા મળતી બીમારી છે. આ રોગથી પીડાતા બાળકને ઓટિસ્ટિક ચાઈલ્ડ પણ કહેવાય છે. પરંતુ બાળકો આ રોગમાં અન્ય લોકો સાથે ઝડપથી આંખનો સંપર્ક કરી શકતા નથી, તેઓ કોઈનો અવાજ સાંભળ્યા પછી પણ જવાબ આપતા નથી, ભાષા શીખવામાં અને સમજવામાં મુશ્કેલી થાય છે, તેઓ તેમનામાં મગ્ન રહે છે. સામાન્ય બાળકો કરતા અલગ દેખાય છે. આ સહિતના ઓટીઝમના લક્ષણો છે.આ રંગ ઓટીઝમની ખાસ ઓળખ છેઓટીઝમ એક પ્રકારનો રોગ છે, જે વહેલો બહાર આવતો નથી. તેમજ વાદળી રંગને ઓટીઝમનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે દર વર્ષે આ દિવસે મુખ્ય ઐતિહાસિક ઈમારતોને પણ વાદળી રોશનીથી શણગારવામાં આવે છે. અથવા ભૂરા કલરની રોશની (BLUE LIGHT)થી શણગારવામાં આવે છે અને તે LIGHT IT UP BLUE તરીકે દર્શાવાય છે.