અનેક દબાણોને કારણે રોડ અડધો થઈ ગયો હતો, દબાણો હટતા જ ટ્રાફિકમાં રાહત થશેમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે લીલાપર રોડનો વારો લેવામાં આવ્યો છે. અહીં સવારથી મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં જેસીબી વડે દબાણ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે લીલાપર રોડ ઉપર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે સવારથી જેલ ચોક વિસ્તારથી ગેરકાયદે ખડકાયેલા દબાણોનો કડુસલો બોલાવવામાં આવી રહ્યો છે. રહેઠાણ, કોમર્શિયલ, શેડ સહિતના અનેક દબાણો જેસીબી વડે યલ તોડવામાં આવી રહ્યા છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે લીલાપર રોડ ઉપર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અહીં અડધા જેટલા રોડ ઉપર દબાણો થયા હોય જેને હટાવતા રોડ ખુલ્લો થઈ જશે.