પોલકી અને રિયલ ડાયમંડ જવેલરીનું નવા કોન્સેપ્ટ સાથેનું કલેક્શન સૌના મન મોહી રહ્યું છે : આજે અંતિમ દિવસે અવશ્ય મુલાકાત લ્યો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન જવેલર્સ દ્વારા મોરબીના ઇડન હિલ્સ ખાતે ધ વેડિંગ ફેસ્ટિવલ-2021 ચાલી રહ્યું છે. જેનો આજે મંગળવારે અંતિમ દિવસ છે. તો આજે આ એક્ઝિબિશનમાં પધારી અત્યાર સુધી ન જોય હોય તેવી પોલકી અને રિયલ ડાયમંડની નવા કોન્સેપ્ટ સાથેની મનમોહક જવેલરી ખરીદવાનો લ્હાવો અચૂકપણે લેવા જેવો છે. મોરબીના આંગણે ઇડન હિલ્સ ખાતે તા. 3, 4 અને 5 ઓક્ટોબર એમ ત્રણ દિવસ ગોલ્ડન જવેલર્સના ધ વેડિંગ ફેસ્ટિવલ-2021નું આયોજન કરવામાં આવ્યું છે.આ એક્ઝિબિશનમાં બે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લઈને મનભરીને જવેલરીની ખરીદી કરી હતી. આ એક્ઝિબિશનમાં મોરબીમાં સૌ પ્રથમવાર પોલકી અને રિયલ ડાયમંડની નવા કોન્સેપ્ટની આકર્ષક જવેલરી રજૂ કરવામાં આવી છે. જેમાં સેટ, પેન્ડલ સેટ, કડા, રિંગ, વોચ અને પાટલાની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. આ સાથે ટ્રેડિશનલ એટલે કે રજવાડી જવેલરી પણ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથોસાથ અહીં ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડનું કલેકશન જેમાં ચેઇન, પેન્ડલ, બુટી, કડા, રિંગ તેમજ ડેલીકેટ ઇટાલિયન સેટ સહિતની અનેક વેરાયટી છે.આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીંથી ખરીદેલા તમામ આભૂષણો ઉપર લાઈફ ટાઈમ ફ્રિ સર્વિસ પણ મળે છે. ઉલ્લેખનીય છે કે આ એક્ઝિબિશન તા.3 ઓક્ટોબરથી ઇડન હિલ્સ ખાતે શરૂ થયુ છે. હવે આજે એક્ઝિબિશનનો અંતિમ દિવસ છે. જેનો સમય સવારે 10:30થી સાંજે 8 વાગ્યા સુધીનો છે. તો આજે અવશ્યપણે મુલાકાત લ્યો. એક્ઝિબિશનની વધુ માહિતી માટે મો.9825645999 / 9825675999 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.