ગુજરાતી કેલેન્ડર વર્ષની અંતિમ એકાદશી એટલે રમા એકાદશી, જાણો રમા એકાદશીનું મહત્વ મોરબી : અગિયારસથી જ દિવાળીનો પર્વ શરૂ થઈ ચુક્યો છે. હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ વિશેષ મહત્વ છે. પંચાંગ અનુસાર, દર વર્ષે આસો વદ એકાદશી પર રમા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ એકાદશીને ખાસ માનવામાં આવે છે કારણ કે તે ધનતેરસના બે દિવસ પહેલા આવે છે. તેને રંભા એકાદશી પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મળે છે. તેના પ્રભાવથી માણસ બધા પાપોમાંથી મુક્ત થાય છે અને મૃત્યુ પછી મોક્ષ મેળવે છે. તો ચાલો જાણીએ કે રામ એકાદશીની તારીખ, પૂજા વિધિ, શુભ મુહૂર્ત, મંત્ર આરતી અને પરાણા કરવાનો સમય.ઓક્ટોબર 16, 2025, ગુરુવારે સવારે 10 વાગે 35 મિનિટ વાગે શરૂ થાય છે.રમા એકાદશી તિથિ સમાપ્ત ક્યારે સમાપ્ત થાય છે : ઓક્ટોબર 17, 2025, શુક્રવાર સવારે 11:12 વાગે સમાપ્ત થાય છે.આથી ઉદય તિથિ મુજબ રમા રમા એકાદશીનું વ્રત 17 ઓક્ટોબર, 2025 શુક્રવારે રાખવામાં આવશે.પંચાંગ અનુસાર, રામ એકાદશી વ્રતના પારણ 18 ઓક્ટોબર, 2025 ના રોજ સવારે 06:24 થી 08:41 દરમિયાન કરી શકાય છે.બારસ તિથિ બપોરે 12:18 વાગ્યે સમાપ્ત થાય છેકેવી રીતે કરશો પૂજા?રામ એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જવું. નિત્ય કાર્ય પૂર્ણ કરી સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. હવે તાંબાના વાસણમાં પાણી, ફૂલો, અક્ષત મૂકીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. આ પછી, વ્રતનો સંકલ્પ કરો. એક બાજોઠ ઉપર પીળું આસન પાથરો, તેની ઉપર ભગવાન વિષ્ણુની તસવીર, ફોટો કે બાળ ગોપાલની મૂર્તિ સ્થાપિત કરો. આ પછી હાથમાં પાણી લઇ આચમન કરો. ત્યારબાદ ભગવાનને ચંદનનું તિલક લગાવો અને પુષ્પ માળા અર્પણ કરો. હવે ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો. પછી રામ એકાદશી વ્રત કથા, મંત્ર, વિષ્ણુ ચાલીસા વગેરેનો પાઠ કરો અને છેલ્લે વિષ્ણુજીની આરતી કરો. છેલ્લે પૂજા દરમિયાન જાણતા અજાણતા થયેલી ભૂલ માટે માફી માંગો. આખો દિવસ ઉપવાસ કર્યા કરો અને બીજા દિવસ બારસ તિથિ પર વ્રતના પારણા કરો.રમા એકાદશીનું મહત્વ રમા એકાદશીને પુણ્ય કાર્યો કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય એકાદશીમાંની એક છે. પદ્મ પુરાણ અનુસાર, જે વ્યક્તિ સાચા હૃદયથી રમા એકાદશીનું વ્રત કરે છે તે વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે. આ વ્રતની અસરથી જીવનના તમામ પાપો અને મુશ્કેલીઓમાંથી મુક્ત થાય છે અને તેને વાજપેય યજ્ઞ સમાન પુણ્યફળ મળે છે.જાણો વાકબારસ (વાઘ બારસ)નું પૌરાણિક મહત્વ, શા માટે ઉજવાય છે વાઘ બારસ ?આજે તારીખ 17 ઓક્ટોબર, 2025 એટલે વાઘ બારસ. હિંદુ ધર્મગ્રંથ એવા 'ભવિષ્ય પુરાણ'માં વાઘ બારસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં દિવ્ય ગાય નંદીની કથા વર્ણવાઈ છે. હિંદુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. આ દિવસે તમામ મહિલાઓ તેમના બાળકોની લાંબી આયુષ્ય માટે વ્રત પણ રાખતી હોય છે. માન્યતા મુજબ, જો કોઈ સંતાનહીન મહિલાએ ભક્તિપૂર્વક આ વ્રત રાખે છે, તો તેને જલદી સંતાન સુખની પ્રાપ્તી થાય છે. આ દિવસ ગૌવત્સ દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન દત્તાત્રેયના અવતાર વલ્લભની પૂજા કરવામાં આવે છે. આ પૂજા દ્વારા દેશભરમાં ગાયોને સંરક્ષણ કરવામાં મદદ મળી છે.ગાય પૂજનનું મહત્વવાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. પરંતુ આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે, એ માર્ગ આસાન નથી એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ. વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં છે. આ અવસરે મહિલાઓ ઉપવાસ રહીને વ્રત કરે છે અને ગોધૂળિવેલીમાં ગાયના બછડાની પૂજા કરે છે. મહિલાઓ બછડાને સુંદરતાથી શણગારતી હોય છે અને આ ઉત્સવ ખાસ કરીને સંતાન સુખની પ્રાપ્તી માટે મોટા શ્રદ્ધાભાવે ઉજવવામાં આવે છે. વાઘ બારસનો ઉત્સવ માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ વેપારી પરંપરાઓ અને કુટુંબની ખુશીઓના સ્તંભ તરીકે પણ મહત્વ ધરાવે છે.ગૌવત્સ દ્વાદશીવાઘ બારસએ દીપાવલી દરમિયાન ઉજવવામાં આવતો એક શુભ દિવસ છે. તે ભારત અને સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર અનિષ્ટ પર સારાની જીત, અંધકાર પર પ્રકાશની જીત અને અજ્ઞાન પર જ્ઞાનની જીતનો પણ સંકેત આપે છે. દિવાળી વાઘ બારસથી ભાઈ દૂજ સુધી પાંચ દિવસ ચાલે છે. વાઘ બારસને દિવાળીનો પહેલો દિવસ માનવામાં આવે છે અને આ દિવસ ગાયની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભગવાન દત્તાત્રેયના અવતાર શ્રી વલ્લભ કૃષ્ણા નદીમાં અદૃશ્ય થઈ ગયા. કેટલીક જગ્યાએ તેને ગુરુ અથવા ગૌવત્સ દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. 'ગૌ' શબ્દ ગાયને સૂચવે છે, જ્યારે 'વત્સ' શબ્દ વાછરડાને સૂચવે છે.'વાઘ' શબ્દ નાણાં સાથે સંકળાયેલી જવાબદારીઓની ચુકવણીનો સંદર્ભ આપે છે, જ્યારે 'બારસ' શબ્દ નાણાકીય વર્ષનો સંદર્ભ આપે છે. પરિણામે, વેપારી લોકો આ દિવસે તેમના ખાતા સાફ કરે છે, અને લાભ પંચમીના દિવસ સુધી તેમના ખાતામાં કોઈ નવી એન્ટ્રી કરતા નથી. વાઘ બારસમાં વ્રત રાખવાના નિયમોઆ દિવસે લોકો સંપૂર્ણ ભક્તિ સાથે વાઘ બારસ અથવા ગોવત્સ દ્વાદશીની ઉજવણી કરે છે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના બાળકોની રક્ષા માટે એક દિવસનું વ્રત રાખે છે. મહિલાઓ દિવસમાં એક જ ભોજન લેવાના કડક નિયમનું પાલન કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘઉં અને દૂધની વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. તેમનું સેવન ન કરવું જોઈએ.આ તહેવાર દ્વાદશી પર આવે છે, એટલે કે એકાદશીના એક દિવસ પછી અને ધનતેરસના એક દિવસ પહેલા. આ તહેવાર મુખ્યત્વે સાંજના સમયે ઉજવવામાં આવે છે. વાઘ બારસ એ ગાયના રૂપમાં ભગવાનની પૂજા કરવા માટે સમર્પિત દિવસ છે. ગાયમાં ભગવાનના દિવ્ય કિરણોને શોષવાની ક્ષમતા હોવાનું માનવામાં આવે છે, અને તેથી સમગ્ર ભારતમાં લોકો ગાયને 'ગૌ માતા' માને છે. તેઓ માને છે કે વાઘ બારસ એ આપણી પરંપરાઓનું સન્માન કરવા અને આપણી...