સ્વતંત્રતા સંગ્રામમાં પ્રથમ મહિલા ક્રાંતિકારી તરીકેનું બહુમાન ભીખાયજી કામાના ફાળે જાય છે 'જુલમશાહીનો પ્રતિકાર કરવો તે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા સમાન છે.' : મેડમ ભીખાયજી કામાનો જીવનમંત્ર ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં પ્રથમ મહિલા ક્રાંતિકારી તરીકેનું બહુમાન મેળવનાર માદામ ભીખાઈજી કામાનો જન્મ 1861માં 24 સપ્ટેમ્બરના રોજ મુંબઈના એક શ્રીમંત પારસી પરિવારમાં થયો હતો. ભીખાયજી કામાના પિતાનું નામ સોરાબજી ક્રામજી પટેલ અને માતાનું નામ જીજીબાઈ હતું. તેમના મનમાં નાનપણથી જ દેશપ્રેમના બીજ રોપાઈ ચૂક્યા હતા. બ્રિટીશ જુલમશાહીનો તે પહેલેથી વિરોધ કરતા હતા. 'જુલમશાહીનો પ્રતિકાર કરવો તે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા સમાન છે.' આ તેમનો જીવનમંત્ર હતો. વિદેશની ધરતી ઉપર ભારતનો સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ તેમણે ફરકાવ્યો હતો. ઈ.સ. 1897માં મુંબઈમાં પ્લેગની મહામારીનો રોગ ફેલાઈ ચૂક્યો હતો ત્યારે પોતાના જાનના જોખમે પણ લોકોની સેવામાં તેઓ લાગી ગયા હતા. પ્લેગના ચેપી રોગમાં માદામ ભીખાઈજી પણ સપડાઈ ગયા હતા પરંતુ ભવિષ્યમાં બ્રિટીશરો સામે ટક્કર લેનાર આ વીરાંગના એ પ્લેગના રોગનો હિંમતપૂર્વક પ્રતિકાર કર્યો. સમાજસેવાને મનોમન વરી ચૂકેલા માદામ ભીખાઈજી લગ્ન કરવાના વિરુદ્ધમાં હતા. પરંતુ પિતાના આગ્રહને વશ થઈને મોટી ઉંમરના કે. આર. કામા સાથે તેણે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ પણ તેમણે મન સમાજસેવા અને દેશપ્રેમ સર્વોપરી હતા. એટલે તેમનું લગ્નજીવન લાંબુ સમય ટકી શક્યું નહિ. વારંવાર પતિ સાથે થતાં વિખવાદથી તેઓ બંને અલગ થઇ ગયા હતા. આ રીતે પતિથી છૂટા પડ્યા બાદ પણ પોતાની તમામ શક્તિઓ અને પોતાનું સર્વસ્ય દેશની સમર્પિત કરી દીધું હતું. મેડમ ભીખાયજી કામા એ ઈ.સ. 1905માં ‘વંદે માતરમ’ નામનું ક્રાંતિકારી અખબાર જીનીવાથી શરૂ કર્યું હતું. તેમાં તેમણે અંગ્રેજોની દમનનીતિનો ચિતાર રજૂ કર્યો. તેમની તબિયત બગડતાં શસ્ત્રક્રિયા કરાવવા માટે તેમને ઇંગ્લેન્ડ જવું પડ્યું ત્યાં તેમનો પરિચય શ્યામજી કૃષ્ણવર્મા સાથે થયો. તે સમયે સર દોરાબજી તાતા અને વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય જેવા અન્ય ક્રાંતિકારીઓ અભિનય ભારતના નામે એક મંડળી ચલાવતા હતા. તેની સાથે માદામ ભીખાઈજી કામા સાથે જોડાઈ ગયા. તેઓ લગભગ 75 વર્ષની વયે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે તેમના બેગમાંથી વંદે માતરમ લખેલા રાષ્ટ્રધ્વજો તથા આઝાદીની લડતને લગતી અન્ય સાહિત્ય પ્રાપ્ત થઇ અંગ્રેજી દ્વારા તે બધું જ સળગાવી દેવામાં આવ્યું હતું. પોતાના જીવનની અંતિમ ક્ષણો સુધી ભારતની આઝાદીનો મંત્ર જાપ કરતા રહેનાર આ મહાન ક્રાંતિકારી સ્ત્રીરત્નનું 13 ઓગસ્ટ, 1938ના રોજ અવસાન થયું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..