પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવાના હેતુથી આ દિવસ ઉજવાય છે આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે. 16 નવેમ્બર, 1966થી ભારતીય પ્રેસ પરિષદે પોતાનું સત્તાવાર કાર્ય કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી લઈ દર વર્ષે 16 નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સામાન્ય લોકોને પ્રેસ અંગે જાણકારી આપવાનો છે. પત્રકારત્વનું ક્ષેત્ર આજે વ્યાપક થયું છે. પત્રકારત્વ જનજન સુધી માહિતી પહોંચાડવાનું સાધન બની ચૂક્યું છે. આજે 16 નવેમ્બરના રોજ દેશભરમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. વર્ષ 1956 માં પ્રથમ પ્રેસ કમિશને દેશમાં પ્રેસની સ્વતંત્રતા અને પત્રકારત્વમાં ઉચ્ચ ધોરણ સ્થાપવાની ભલામણ કરી હતી. પરિણામે, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (પી.સી.આઈ.)ની સ્થાપના જુલાઈ, 1966 ના રોજ પ્રથમ વખત સ્વાયત્ત રીતે થઈ હતી. 16 નવેમ્બર, 1966 ના રોજ, પી.સી.આઈ.એ કાર્ય કરવાનું શરૂ કર્યું. તેથી, આ દિવસ દર વર્ષે 16 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 1997માં પ્રેસ ડેની ઉજવણીમાં ફેરફાર કરી કોઈપણ એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરી તે દિશામાં પત્રકારોએ લોક જાગૃતિ માટે કાર્ય કરવાનું પ્રેસ અકાદમીએ ભલામણ કરેલ હોય છે. પત્રકારત્વએ લોકશાહીનો ચોથો સ્તંભ છે. વહીવટીતંત્ર અને પ્રજા વચ્ચેની કડી તરીકે સમૂહ માધ્યમો કાર્ય કરે છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં બિલકુલ વિચલિત થયા વગર સાચી પરિસ્થિતિ રજુ કરવી તે માધ્યમોની જવાબદારી બને છે. કુદરતી આફત કે માનવ સર્જીત વિષય ઉપર જ્યારે પ્રેસ પ્રસિદ્ધિ કરતા હોય ત્યારે લોકોમાં ખોટી અફવા ન ફેલાય તે માટેની ચોક્કસાઈ રાખવી જોઈએ. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..