આરોગ્ય, શિક્ષણ, મહિલા, બાળ, રોજગાર, વન વિભાગના મહિલા અધિકારી આપે છે નારીઓને પ્રેરણાદાયક સંદેશમોરબી(પારૂલ આડેસરા, જિલ્લા માહિતી અધિકારી) : આજે ૮ માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મોરબી જિલ્લાના શાસનને શુશાસન બનાવતાં મહિલા અધિકારીઓનું મહત્વનું યોગદાન રહેલુ છે. રાજય સરકારની મહિલાઓ, બાળકો, રોજગારવાંચ્છુઓ માટેની મહત્વની યોજનાઓનું અમલીકરણ કરવાનું મહત્વનું કામ મોરબી જિલ્લાની મહિલા અધિકારીઓ કરી રહી છે તો અહી લોકશાહીને સુદ્ઢ બનાવતી ચૂંટણી – એસઆઇઆરની કામગીરી કરતા અધિકારી પણ મહિલા છે. આપણા પ્રાચીન આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી લોકોની ચિકિત્સા કરતા મહિલા આયુર્વેદાચાર્ય પણ છે તો અહીંની મેડિકલ કોલેજના અનેક વિભાગના અધ્યક્ષ મહિલા તબીબો છે. જે સિવિલ હોસ્પિટલમાં અનેક લોકોના આરોગ્યની સુખાકારી માટે કામ કરી રહ્યા છે. જિલ્લા માહિતી અધિકારી પણ મહિલા છે જેના દ્વારા રાજય સરકારની લોક કલ્યાણની યોજનાઓ અને અભિયાનોને લોકો સુધી પહોંચાડવાનું મહત્વનું કામ થઈ રહયુ છે. આ તમામ મહિલા અધિકારીઓ તેમની કામગીરી, સરકારી સેવાનો ગૌરવ સાથે સંતોષ અને સરકારી હોદા સુધી પહોંચવા કરેલી મહેનત ને સંઘર્ષોને આલેખવાનો પ્રયાસ કરાયો છે. માહિતી વિભાગમાં દોઢ દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત રહીને મેં શાસનના દરેક વિભાગમાં મહિલાઓને નિષ્ઠાપૂર્વક અને પ્રજાલક્ષી ભાવનાથી કામ કરતાં જોયા છે. તેમની કાર્યશૈલીમાંથી પ્રેરણા મળે છે. આજની નવી પેઢી માટે સરકારી નોકરી માત્ર પગાર પૂરતી નથી, પરંતુ જવાબદારી અને સલામતી સાથે સમાજની સેવા કરવાનો માર્ગ છે. આ મહિલાઓ સાચા અર્થમાં રોલ મોડલ છે અને કરિયર બનાવવા ઇચ્છતી યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની શકે છે. રાજ્યના વહીવટી તંત્રમાં મહિલાઓનું યોગદાન નવી દિશા આપતું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ લખાણ માત્ર વ્યક્તિગત વિચાર નથી, પરંતુ મહિલાઓના સશક્તિકરણ અને મહિલા દિવસની ભાવનાનો ઋણ સ્વીકાર આપે છે. માતા બની મહિલા શક્તિની પ્રેરણા (આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર મયુરી ઉપાધ્યાય)ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકના મોરબી જિલ્લા આઇ.સી.ડી.એસ. (સંકલિત બાળ વિકાસ સેવા યોજના) ના પ્રોગ્રામ ઓફિસર મયુરી ઉપાધ્યાય આઠ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું અને તેમના માતાએ તેમની ત્રણ બહેનોનો ખૂબ બધી મુશ્કેલી વેઠીને એકલા હાથે ઉછેર કર્યો હતો તેમના એક બહેન વકીલ છે તો બીજા બેહેન એક કંપનીમાં ઊંચી પોસ્ટ ઉપર કામ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યુ હતું કે, મારી સરકારી સેવાના ભાગરૂપે મને બાળકો, કિશોરીઓ, ધાત્રી માતા તથા સગર્ભાઓને માટે સેવા કરવા મળી રહી છે તેને હું સુવર્ણ તક માનું છું. આ લોકોને પોષણ યુક્ત કરવાના સરકારના અભિયાનમાં સહભાગી થવાનો મહિલા અધિકારી તરીકે મને ગૌરવ છે. પ્રોગ્રામ ઓફિસર મયુરી ઉપાધ્યાય દ્વારા વિશ્વ મહિલા દિવસે દીકરીઓ અને બહેનોને સંદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ધારે તે કરી શકે છે માત્ર નિર્ધાર કરવો જોઈએ. અમારી કચેરી દ્વારા ૨૦૨૫- ૨૬ના વર્ષ દરમિયાન ત્રણથી છ વર્ષના ૧૭૧૮૫ બાળકોને ગરમ નાસ્તો અને બપોરનું ભોજનનો લાભ અને ટેક હોમ રાશનમા બાલ- પૂર્ણા – માતૃ શકિતના ૩૯૦૨૦ લાભાર્થીઓને લાભ અપાયો છે. તો ૨૦૭૪ બાળકો કુપોષણમાંથી સામાન્ય થયાં છે તેમજ ૭હજાર થી વધુ સગર્ભા બહેનોને પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ગર્ભસંસકાર કરાવવામાં આવ્યા છે.ગિરની દીકરી હવે લે છે જંગલની સંભાળ (વન વિભાગના અધિકારી તૃપ્તિ જોષી )ગુજરાતનાં સાસણ ગીર નજીકના આંબલગઢ નામના નાનકડા એવા ગામડામાં ખેડૂત પરિવારમાં જન્મેલા અને ઉછરેલા વન વિભાગનાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોષી જે હાલ મોરબી વન વિભાગ હેઠળ ચેર રેન્જનાં નવલખી દરિયાઇ વિસ્તારમાં મેન્ગ્રુવ સંરક્ષણની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ ગીરમાં પ્રકૃત્તિ વચ્ચે જ ઉછરેલા હોવાથી વન સંપદાનાં સંવર્ધન - જાળવણીની પડકારજનક સેવા માટે 'ગૌરવ’’ અનુભવી રહ્યા છે. ગુજરાત સરકારનાં વન વિભાગમાં મહિલા સ્ટાફની બિટ ગાર્ડ તરીકે ભરતી કરવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૭માં કરી હતી. જેમાં તૃપ્તિ જોષી પણ સામેલ હતા. ત્યારબાદ ૨૦૦૮માં પ્રથમ મહિલા ફોરેસ્ટરની ભરતી થઇ, તે બેચમાં પણ તેઓ પસંદગી પામ્યા હતા. ત્યારબાદ ખાતાકીય પરીક્ષા પાસ કરી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર બન્યા. વન વિભાગની તેઓની ૧૯ વર્ષની સેવા દરમિયાન તેમની અલગ અલગ જિલ્લાઓમાં વન સંપદાની જમીન ઉપર તેમજ દરિયાઈ વિસ્તારમાં જાળવણીની કામગીરી કરી છે.વિશ્વ મહિલા દિવસે તૃપ્તિ જોષી જણાવે છે કે, મારા ખેડૂત પિતાએ દીકરી હોવા છતાં વન વિભાગ જેવી પડકારજનક સેવામાં જવાની હિંમત આપી હતી. મહિલા ગામડાની હોઇ કે, શહેરની, ખેડૂત પરિવારની હોઇ કે, અતિ શિક્ષિત પરિવારની, તે ધારે તે કરી શકે. કોઈપણ ક્ષેત્રમાં આગળ આવવા મહેનત અને નિષ્ઠા જરૂરી છે. ફિઝિયોથેરાપિસ્ટથી લઇ નાયબ કલેકટર સુધીની રોમાંચક સફર (નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રશ્મિ રાજાવાઢા)મોરબી જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રશ્મિ રાજાવાઢા કહે છે કે, લોકશાહીને સુદ્ઢ બનાવતી ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શી રીતે થાય તે માટે અમે કામ કરીએ છીએ. આ ખૂબ જવાબદારીવાળુ કામ છે. એસ.આઇ.આર.ની કામગીરી પણ અમે ખૂબ જવાબદારીપૂર્વક કરી શકયા તેનો સંતોષ છે. મૂળ ગોંડલ હાલ રાજકોટના વતની ડો. રશ્મિ રાજાવાઢા કહે છે કે, બચપણથી મને અભ્યાસમાં રસ હતો. મારા માતા- પિતા પણ મને અભ્યાસ માટે પ્રોત્સાહન આપતા. મારો અભ્યાસ ફીજીયોથેરાપીસ્ટનો હતો. વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ફીજીયોથેરાપીસ્ટની નોકરી પણ મળી હતી. પરંતુ કંઇક હજુ પણ આગળ વધવુ જોઇએ એ માટે સ્પર્ધાત્મક અનેક પરીક્ષાઓ આપી. અનેક સરકારી નોકરીઓ પણ મળી. આ માટે ધરે આવતા છાપા નિયમિત વાચવાની ટેવ અને ટીવીમાં સમાચાર પણ જોયા કરવાની આદત ઉપયોગી થઇ. શરૂઆતમાં તેઓએ રેવન્યુ કલાર્ક તરીકે રાજકોટ ફરજ બજાવી. પછી ગાંધીનગર ડેપ્યુટી સેકશન ઓફિસર તરીકે અને પછી જી.પી.એસ.સી.ની નાયબ કલેકટર તરીકેની પરીક્ષામાં ઉતિર્ણ થયા. તેમની પહેલી નિમણુક રાજકોટમાં જમીન સંપાદનમાં હતી. વિશ્વ મહિલા દિવસે તેઓ સંદેશ આપે છે કે ‘‘મહેનત ધાર્યુ પરિણામ આપે છે’’“જરૂરિયાતમંદ મહિલાઓનો આર્થિક ઉત્કર્ષ થાય તે જ અમારી...