તા. 17 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ન્યાય દિન વાર્ષિક ધોરણે મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ન્યાય દિન , આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાય પ્રણાલીની અમલમાં આવતી પ્રક્રિયાની લોકોમાં ઓળખ કરાવવાનાં પ્રયાસરૂપે, સંપૂર્ણ વિશ્વમાં ઉજવવામાં આવે છે. 17 જુલાઇ એ 'આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલય' (International Criminal Court)ને માન્યતા આપતી 'રોમ સંધી'ની (Rome Statute) વર્ષગાંઠ છે. આથી, ન્યાય અંગેના વિશ્વ દિવસની ઉજવણી માટે આ તારીખ પસંદ કરાયેલી છે. દર વર્ષે ખાસ તો આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલયને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરનાં લોકો આ દિવસની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વમાં બનતી ખાસ અપરાધીક ઘટનાઓ જેવી કે જાતિસંહાર, નરસંહાર, મહિલા અત્યાચારનાં ગંભીર ગુનાઓ તરફ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમો અને જુથોનું ધ્યાન આકર્ષે છે. અને ગંભીર ગુનાઓ રોકવામાં મદદ કરે છે. પીડિતોના અધિકારોને પ્રોત્સાહન આપવાનો હેતુ પણ છે. આ રીતે વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવામાં ન્યાય દિવસ સહાય કરે છે. વિશ્વમાં કોઈપણ રીતે સામાજિક સમરસતા જળવાય તે માનવજાત માટે ખુબ આવશ્યક છે. તે માત્ર કાયદો તથા ન્યાય વ્યવસ્થાને શક્ય બને છે. તેથી, સમગ્ર વિશ્વમાં કાયદો અને ન્યાય વ્યવસ્થાને વધુ મજબુત અને અસરકારક બનાવવાના હેતુસર આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ઉજવવામાં આવે છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..