લોકશાહી મજબૂત અને સક્રિય નાગરિક સમાજને આપે છે લોકશાહી એ સરકારનું એક એવું તંત્ર છે જ્યાં નાગરિકો મતાધિકારના ઉપયોગ દ્વારા સત્તા પોતાના યોગ્ય પ્રતિનિધિને સોંપે છે. લોકશાહી વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ વિશ્વના જે દેશો લોકશાહી છે તેને લોકશાહીની સમીક્ષા કરવાની તક પૂરી પાડે છે. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ એ યાદ કરવાની તક પૂરી પાડે છે કે લોકશાહી લોકો દ્વારા, લોકો માટે અને લોકો થકી ચાલતું શાસન છે. આપણે એ હકીકતને અવગણી શકતા ન શકીએ કે લોકશાહી માનવ અધિકારોના રક્ષણ અને અસરકારક અમલ માટે સ્વતંત્રતાનું વાતાવરણ પેદા કરે છે. તે નાગરિક, સમાજ અને રાજકીય વર્ગ વચ્ચેના સંબંધો પર આધારિત છે. તેથી, તે સાચું કહેવાય છે કે લોકશાહી સરકારને શાસન આપે છે, જે લોકોનું હતું, લોકોનું છે અને લોકોનું રહેશે. લોકશાહી મજબૂત અને સક્રિય નાગરિક સમાજને આપે છે. એક માહિતી મુજબ વિશ્વના નાના-મોટા 200 દેશોમાંથી આશરે માત્ર 56 દેશોએ લોકશાહી શાસન પ્રણાલી અપનાવી છે. જેમાં ભારત, અમેરિકા, ફ્રાંસ, જર્મની, ઇઝરાયલ, ઇગ્લેન્ડ, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ જેવા મહત્વના દેશોનો સમાવેશ થાય છે. સમગ્ર વિશ્વમાં ભારત સૌથી વિશાળ લોકશાહી ધરાવે છે, જે આપણા માટે ગૌરવની વાત છે. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનો ઇતિહાસ યુ.એન. હંમેશા માને છે કે લોકશાહી સમાજમાં માનવાધિકાર અને કાયદાનું શાસન હંમેશા સુરક્ષિત છે. યુ.એન. હંમેશા માનવ અધિકારો અને વિકાસના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 8 નવેમ્બર, 2007ના રોજ, યુ.એન. જનરલ એસેમ્બલીએ દર વર્ષે 15 સપ્ટેમ્બરના દિવસે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો. આ દિવસે એસેમ્બલી આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..