શૂરવીરતા સાથે આકાશને આંબતી ઇન્ડિયન એરફોર્સનો આજે 89મો સ્થાપના દિવસ દર વર્ષે 8 ઓક્ટોબરે ઇન્ડિયન એરફોર્સ ડે ઉજવાય છે. આજના દિવસે વર્ષ 1932માં વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. શૂરવીરતા સાથે આકાશને આંબતી ઇન્ડિયન એરફોર્સનો આજે 89મો સ્થાપના દિવસ છે. એરફોર્સ પાંચ ઓપરેશનલ અને બે ફંક્શનલ કમાન્ડ્સમાં વહેંચાયેલું છે. દરેક કમાન્ડનું નેતૃત્વ એર માર્શલની રેન્કના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ કરે છે. ઓપરેશનલ કમાન્ડનો હેતુ જવાબદારીવાળા વિસ્તારમાં એરક્રાફ્ટનો ઉપયોગ કરીને મિલિટ્રી ઓપરેશનને પાર પાડવાનો છે. વાયુસેનાનું સૂત્ર અને ધ્વજ ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય ‘नभः स्पृशं दीप्तम्’ શ્રીમદ્ ભગવદ્ ગીતાના 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. જે ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને વિશ્વરૂપના દર્શન દરમિયાન આપવામાં આવેલ ઉપદેશનો એક અંશ છે. ભારતીય વાયુ સેનાનો ધ્વજ તેના સિમ્બોલથી અલગ વાદળી કલરનો છે. જેમાં એક ચતુર્થાંશ ભાગમાં રાષ્ટ્રિય ધ્વજ છે. તો મધ્યભાગમાં રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગ કેસરી, સફેદ અને લીલા રંગનું બનેલું એક ગોળ છે. આ ધ્વજને 1951માં અપનાવવામાં આવ્યો હતો. વાયુસેનાનો ઇતિહાસ ઈન્ડિયન એરફોર્સની જવાબદારી ભારતનાં તમામ સંભવિત જોખમોથી બચાવવાની છે અને સાથે જ આવતી મુશ્કેલીઓમાં રાહત તેમજ બચાવકાર્યની પણ છે. વાયુસેના અનેક યુદ્ધોમાં સામેલ રહ્યું- બીજા વિશ્વયુદ્ધ, ભારત-ચીન યુદ્ધ, ઓપરેશન કેક્ટસ, ઓપરેશન વિજય, કારગિલ યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, કોંગો સંકટ. આઝાદી પહેલા ભારતીય વાયુસેનાને રોયલ ઇન્ડિયન એરફોર્સ કહેવામાં આવતું હતું. આઝાદી પછી તેમાંથી રોયલ શબ્દ કાઢી લેવામાં આવ્યો હતો. આઝાદી પહેલા એરફોર્સ પર આર્મીનો કંટ્રોલ હતો. એરફોર્સને આર્મીના કમાન્ડથી સ્વતંત્ર બનાવવાનું ક્રેટિડ ઇન્ડિયન એરફોર્સના પહેલા કમાન્ડર ઇન ચીફ એર માર્શલ સર થોમસ ડબલ્યુ એલ્મહર્સ્ટને જાય છે. તેઓ ભારતીય વાયુસેનાના પહેલા ચીફ એર માર્સલ હતા. તેઓ 15 ઓગસ્ટ, 1947થી 22 ફેબ્રુઆરી, 1950 સુધી આ પદ પર હતા. પહેલી વખત વાયુસેનાએ 1 એપ્રિલ, 1933નાં રોજ ઉડાન ભરી હતી. પહેલું ઓપરેશન વજીરિસ્તાનમાં કબાલીઓ વિરુદ્ધ હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એનું વિસ્તરણ કરવામાં આવ્યું. આ દરમિયાન બર્મામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..