● કારણો(1)Primary Hypertension-મોટાભાગના(80-90%) કેસમાં જીનેટિક એટલે કે વારસાગત એટલે કે શરીરનું બંધારણ જ જવાબદાર હોય છે. એટલે કે મોટાભાગના કેસમાં બીપી થવાનું કોઈ ચોક્કસ કારણ હોતું નથી.(2)Secondary Hypertension- એટલે કે અમુક ટકા(10-20%) કેસમાં શરીરની બીજી કોઈ બીમારીને લીધે બીપી આવે જેમ કે ડાયાબિટીસ, પ્રેગ્નન્સી, કિડનીની બીમારીઓ, હાઇપર થાઇરોઇડિઝમ, Cushing syndrome, pheochromocytoma, વધુ પડતી રોઈઙની ગોળીઓ● વધારનાર પરિબળોObesity - શરીરની સ્થૂળતાStress -ચિંતા ,તણાવPhysical inactivity- કસરતનો અભાવExcessive salt- વધારે પડતા નમક વાળો ખોરાકLack of sleep- અપૂરતી ઊંઘHabits- તમાકુ બીડી દારૂ વગેરે● હાઇપર ટેન્શન (હાઈબીપી)ના લક્ષણોમાથું દુખવુંચક્કર આવવાવધુ પડતો પરસેવો થવોછાતીમાં દુખવુંખાલી ચડવીમોટાભાગના કેસમાં અમુક મહિનાઓ સુધી કાંઈ પણ લક્ષણ જોવા ન મળે એવું પણ બની શકે અને માત્ર ચેકઅપ દરમિયાન જ ખબર પડે.● સારવારડોક્ટરના સુચવ્યા મુજબ નિયમિત પણે ગોળીઓ લેવી જરૂરી છે.મોટાભાગના કેસમાં કાયમ માટે ગોળીઓ ચાલુ રાખવી જરૂરી હોય છે.● પરેજીમાં શું ધ્યાન રાખવું ?ખોરાકમાં વધુ પડતું નમક ટાળવું જોઈએ જેમ કે પાપા,અથાણા,વગેરેદરરોજ નિયમિત ચાલવાનું રાખોશરીરની સ્થૂળતા ઘટાડોપૂરતી ઊંઘ લોચિંતા ન કરો ,તણાવ મુક્ત બનવુંતમાકુ બીડી દારૂ બંધ કરવા● જો બી.પી.ને કાબૂમાં રાખવામાં ન આવે તો નીચે મુજબની આડ અસરો થઈ શકે છેહાર્ટ એટેક પેરાલિસિસનો હુમલોઆંખની રોશની કમ થવીબ્રેઈન હેમરેજકિડની નબળી પડવીવારંવાર નસકોરી ફૂટવી● Take Home messageનિયમિત જીવન શૈલી થી બીપી ને વહેલા આવતું રોકી શકાય છેબીપી આવી ગયા પછી પણ બરાબર પરેજી પાળવાથી થતા નિયમિત દવાઓ લેવાથી તેની આડ અસરોથી બચી શકાય છે.આલેખન : ડો. વિપુલ માલાસણા,ગોકુલ હોસ્પિટલ, મોરબી