મોરબી : મહાત્મા ગાંધીજીએ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે. 30 જાન્યુઆરી, 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. ગાંધીજીના બલિદાનને યાદ કરવા અને તેનું સન્માન કરવા દર વર્ષે 30મી જાન્યુઆરીને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તે તમામ શહીદોને પણ યાદ કરવામાં આવે છે જેમણે દેશની આઝાદી માટે હસતા હસતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ગાંધીજીના સરળ વ્યક્તિત્વ અને આધ્યાત્મિક જીવને માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વને શાંતિ, અહિંસા અને સમરસતાનો માર્ગ બતાવ્યો.હિન્દુ અને મુસ્લિમ બન્ને કોમ પર ગાંધીનો ખૂબ પ્રભાવ હતો. એમ કહેવાતું કે હિન્દુ-મુસ્લિમ દંગા ગાંધીજીની હાજરી માત્રથી બંધ થઇ જતા. ગાંધી અંગ્રેજોની ભાગલાવાદી નીતિ સમજી ગયા. તેઓ ભાગલાના વિરોધી હતા. પરંતુ ભારતની પ્રજા ભાગલાના નુકસાનને સમજી શકે તેટલી સમજદાર નહોતી. છેવટે ગાંધીજીએ પણ ભાગલાનો નિર્ણય સ્વીકારવો પડ્યો. પરીણામે હિન્દુ બહુમતીવાળો બિનસાંપ્રદાયિક ભારત દેશ અને ઇસ્લામિક દેશ પાકિસ્તાન ઇ.સ. ૧૯૪૭માં અસ્તિત્વમાં આવ્યા. સત્તાના હસ્તાંતરણ દરમ્યાન અન્ય ભારતીયો સાથે ઉજવણીમાં જોડાવાના બદલે ભાગલાના દુઃખને કારણે ગાંધીએ કલકત્તા એકાંતવાસ પસંદ કર્યો.30 જાન્યુઆરી, 1948ના દિવસે જ્યારે ગાંધીજી સાંજની પ્રાર્થના માટે જઈ રહ્યાં હતાં ત્યારે તેમને વંદન કરી અને નજીકથી બેરેટ્ટા પીસ્તોલથી તેણે ત્રણ ગોળી તેમના પર છોડી. ત્યારબાદ ભાગવાને બદલે તુરંત તેણે પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કરી દીધું. તેણે કહ્યું, “કોઇ એમ સમજે કે એક પાગલ દ્વારા ગાંધીની હત્યા થઇ હતી.'શહીદ દિવસનો ઇતિહાસ30 જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધી દિલ્હીના બિરલા ભવનમાં સાંજની પ્રાર્થના સભાને સંબોધવા જઈ રહ્યા હતા. તે જ સમયે, સાંજે લગભગ 5:17 વાગ્યે, તેમને નાથુરામ ગોડસેએ ગોળી મારી દીધી હતી. અહિંસાના પૂજારી ગાંધીજીના મૃત્યુ પછી, તેમની પુણ્યતિથિને દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું. શહીદ દિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ગાંધીજીનું વર્તન હિન્દુ અને મુસ્લિમ ઈર્ષા ભાવથી સળગતી બન્ને કોમને તેઓ સામેની કોમના પક્ષકાર દેખાતા. જેના પાયામાં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે તેવા ગાંધીજીએ કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપ્યું. હિન્દુ મહાસભા માટે ગાંધીનો પક્ષપાત અસહ્ય બની ગયો અને 1948ની 30મી જાન્યુઆરીએ નથુરામ ગોડસેએ ગાંધીજીને ગોળી મારીને હત્યા કરી દીધી. આમ, વર્ષોથી આઝાદી માટે લડતો એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો.