લેખક : ખ્યાતિબેનબરાસાણાનું નામ સાંભળીએ ત્યારે માત્ર એક ગામની કલ્પના થતી નથી… એક ભાવ આંખો સામે ઊભો થઈ જાય છે.એવી ગલીઓ, એવા કુંજ અને એવી હવા, જ્યાં આજે પણ ભક્તોને લાગે છે કે કિશોરીજીની હાજરી અહીં ક્યાંક તો છે જ. રાધારાણીના પ્રાગટ્યને લઈને અનેક ભક્તિ પરંપરાઓમાં સુંદર કથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે વ્રજધામમાં જ્યારે નાનકડી રાધા પ્રગટ થઈ ત્યારે સમગ્ર વાતાવરણ જાણે દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું. પરંતુ એક વાત ખૂબ જ રસપ્રદ કહેવાય છે—નાનકડી રાધાએ આંખો ખોલી જ નહોતી.ન કોઈને જોયા, ન દુનિયાને ઓળખી…અને પછી એક દિવસ નંદગાંવથી યશોદા મૈયા પોતાના લાલ કાન્હાને લઈને આવી.કહે છે, શ્યામસુંદરનું મુખ સામે આવતાં જ રાધારાણીએ પહેલીવાર પોતાની આંખો ખોલી.જાણે તેમની આંખો દુનિયાને જોવા માટે નહીં, પોતાના શ્યામને ઓળખવા માટે જ ખુલી હતી.કેટલું અદભુત છે ને?જેના માટે હૃદયમાં પ્રેમ હોય, તેને ઓળખવા માટે શબ્દોની જરૂર પડતી નથી… એક નજર જ પૂરતી હોય છે.વ્રજની રાધા-કૃષ્ણની લીલાઓમાં પ્રેમ છે, વિયોગ છે, મિલન છે અને સૌથી ઉપર છે—સમર્પણ.લોકપરંપરામાં રાધારાણીના યાવત નિવાસ અને ત્યાંની અનેક લીલાઓની કથાઓ પણ મળે છે. કહેવાય છે કે જ્યારે તેમના અને કૃષ્ણના પ્રેમને સમજ્યા વગર શંકાની નજરથી જોવામાં આવ્યું, ત્યારે કાન્હાએ રાધાજીના પ્રેમની મર્યાદા જાળવવા માટે કાળીના સ્વરૂપનું ધારણ કર્યું.આ પ્રસંગનો આધ્યાત્મિક ભાવ ખૂબ સુંદર છે—સાચો પ્રેમ પોતાના અસ્તિત્વને મોટું સાબિત કરતો નથી; તે પોતાના પ્રિયની મર્યાદાનું રક્ષણ કરે છે.કદાચ એટલે જ આપણે પ્રેમથી કહીએ છીએ—“રાધે-કૃષ્ણ”પહેલા રાધા… પછી કૃષ્ણ.કારણ કે રાધા માત્ર કૃષ્ણનું નામ નથી, કૃષ્ણ પ્રત્યેની નિષ્કપટ ભક્તિનો ભાવ છે.આજે કરો એક સરળ રાધા નામ સાધનાસાંજે દીવો પ્રગટાવી રાધા-કૃષ્ણનું સ્મરણ કરો. આંખો બંધ કરીને ધીમે ધીમે—“રાધે… રાધે…”108 વખત જપ કરો.શક્ય હોય તો રાધારાણીને ગુલાબનું ફૂલ અર્પણ કરો અને જપ પછી થોડી ક્ષણ શાંતિથી બેસો.આ જપને કોઈ ચમત્કારની ખાતરી તરીકે નહીં, પરંતુ મનને પ્રેમ, શાંતિ, શ્રદ્ધા અને સમર્પણ તરફ વાળતી ભક્તિ-સાધના તરીકે કરો.અને આજે એક પ્રશ્ન પોતાને જરૂર પૂછજો—“હું જીવનમાં પ્રેમ મેળવવાની રાહ જોઈ રહ્યો છું કે મારા હૃદયમાં પ્રેમ જગાવી રહ્યો છું?”કદાચ રાધાષ્ટમીનો સૌથી સુંદર સંદેશ આ જ છે…પ્રેમ જ્યાં સ્વાર્થથી મુક્ત થાય છે, ત્યાં તે ભક્તિ બની જાય છે. તમારા સંબંધો, જીવનમાં વારંવાર બનતા પેટર્ન, ભાવનાત્મક અટકાણ અથવા જન્મકુંડળીમાં રહેલા સંકેતોને વ્યક્તિગત રીતે સમજવા માટે Personal Tarot & Kundli Consultation માટે paid Appointment Book કરી શકો છો.Whatsapp : 9136731555Website : soulsjourney.co.in/