મિત્રતાના અતૂટ બંધનને ઉજવવા દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવાતો ફ્રેન્ડશીપ ડેમોરબી : મિત્રતાના અતૂટ બંધનને ઉજવવા માટે ફ્રેન્ડશીપ ડેનો ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસે મિત્રો એકબીજા સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. આ સંબંધને ખાસ બનાવવા માટે, ભારતમાં દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે એટલે કે 2024માં 4 ઓગસ્ટ, રવિવારના રોજ ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવશે.મિત્રતા એ વિશ્વનો સૌથી મધુર અને મજબૂત સંબંધ છે, જે આપણે જાતે બનાવીએ છીએ. જીવનમાં સારા મિત્રની સંગત માનસિક સ્વાસ્થ્ય જાળવવા અને વ્યક્તિગત વિકાસ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો જીવનમાં સાચો મિત્ર મળે તો સમજી લો કે સાચા અર્થમાં કંઈક પામ્યું છે. મિત્રતા એક એવો સંબંધ છે જે પરસ્પર સમજણ પર ચાલે છે. મિત્રને કોઈપણ સમયે કશું પણ કહી શકીએ છીએ. એક સાચો મિત્ર દુ:ખમાં સહારો બનીને સાથે રહે છે અને ખુશીમાં ઉત્સાહના રંગો ભરે છે.મિત્રતા અંગે પંક્તિઓ1. ન આવે કદી તને દુઃખ,તેવો હું યાર બની જાઉં,તારા આંખમાં આવે આંસુ,તો લૂછવા રૂમાલ બની જાવું.2. કોણે કહ્યું કે મોટી ગાડીઓનીસફર જ સારી હોય છેખાસ મિત્રો સાથે હોયતો પગપાળા જિંદગી પણ મજેદાર હોય છે.3. લાગણી છલકાય જેની વાતમાં,એક બે જણ હોય એવા લાખમાં,શબ્દ સમજે એ સગા,મન સમજે એ મિત્ર.4. સામટા શબ્દો ઓછા પડે, મૌનને એટલા રંગ છે.જ્યારે ખામોશીને પણ વાચા ફૂટે,ત્યારે સમજવું કે એ મિત્રતાનો જ મીઠો સંગ છે.5. તું જો બાકાત હો મુજથી,તો એકલો ય શૂન્ય થઈ જાઉં!ને તું જો હો પીઠબળ તો,હું એકલો જ સૈન્ય થઈ જાઉં!એનું નામ દોસ્તી...!