443 ક્વિન્ટલ ઘઉં અને 298 ક્વિન્ટલ તલની આવક થઈમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 5 જુલાઈ ને શનિવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, ચણા, એરંડા, સીંગદાણા અને સફેદ ચોળી તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 443 ક્વિન્ટલ એટલે કે 2215 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 519 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 298 ક્વિન્ટલ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ 1810 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 950, જીરુંના 3790, બાજરાના 497, ચણાના 1108, એરંડાના 1306, સીંગદાણાના 1468 અને સફેદ ચોળીના 1560 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 1200 રૂપિયા, રીંગણાના 1100 રૂપિયા, કારેલાના 900 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 1000 રૂપિયા, ટામેટાના 650 રૂપિયા, કોબીજના 500 રૂપિયા, કાકડીના 900 રૂપિયા, લીંબુના 400 રૂપિયા, દુધીના 600 રૂપિયા અને સુક્કી ડુંગળીના 360 રૂપિયા ભાવ બોલાયા છે.