કપાસની આવક ઘટી, આજે 961 ક્વિન્ટલ કપાસની આવક થઈમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 16 જાન્યુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી સહિતના પાકોની આવક થવા પામી છે. આજે 961 ક્વિન્ટલ એટલે કે 4805 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1492 સુધી બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 69 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 665, તલના 2170, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1120 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4224, બાજરાના 621, અજમાના 2870 અને કાળા તલના 4310 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 1000 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 320 રૂપિયા, કોબીજના 140 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 460 રૂપિયા ભાવ બોલાયા છે.