મોરબી : આજ રોજ તારીખ 6 ડિસેમ્બરે મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, મગફળી, જીરું, જુવાર સહિતના પાકોની આવક થઈ છે. આજે કપાસની પણ સારી આવક થઈ છે. આજ રોજ 10280 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1496 બોલાયા છે. 6 ડિસેમ્બરના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 685 તો તલના 2270, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1155 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4320 જેટલા બોલાયા છે. જુવારના 744, અડદના 1390, ચણાના 1229 અને સોયાબીનના 820 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીની આવકમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 800 રૂપિયા, કોબીજના 400 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 600 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 660 રૂપિયા ભાવ બોલાયા છે.