મોરબી : ખેડૂત આંદોલનમાં ઉપવાસ પર બેઠેલા કારૂભાઈ અમૃતિયાના સ્ટોન ક્રશર ઉપર ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું છે. આ અંગે પાટીદાર યુવા સેવા સંઘના મનોજ પનારાએ જણાવ્યું હતું કે આ રેડ માત્રને માત્ર કારૂભાઈને દબાવવા, ધમકાવવા અને કિસાન આંદોલનમાંથી ખસી જવા માટે સરકારના ઈશારે કરવામાં આવી છે. કિસાન આગેવાનોનું સ્પષ્ટ માનવું છે કે આ પ્રકારની કાર્યવાહી આંદોલનને તોડી પાડવાનું ષડયંત્ર છે.લોકશાહીની હત્યા અને દમનકારી નીતિનો સખત વિરોધમનોજ પનારાએ સરકારની આ નીતિને લોકશાહીની હત્યા ગણાવી છે. તેમણે સખત શબ્દોમાં સરકારની આ રાજનીતિને વખોડી કાઢતા કહ્યું કે અધિકારીઓનો દુરુપયોગ કરીને સરકાર આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આવી દમનકારી નીતિથી આંદોલન દબાશે નહીં, પરંતુ વધુ મજબૂત બનશે. અગાઉ મનોજ પનારાને પણ તેમની ગૌશાળા મામલે નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. પનારાએ આક્ષેપ કર્યો હતો કે તેમના પરિવાર, કામધંધા અને રોજીરોટી પર પણ દબાણ લાવવાના પ્રયાસો થયા હતા જેથી તેઓ આંદોલનમાંથી ખસી જાય. હવે આજ નીતિ કારૂભાઈ અમૃતિયા સાથે અપનાવવામાં આવી રહી છે.સરકારને સીધી ચીમકી: ખેડૂતોના પ્રશ્નો ઉકેલો નહીંતર ઉગ્ર આંદોલનગુજરાત ભરના લાખો ખેડૂતો અને કિસાન આગેવાનો કારૂભાઈ અમૃતિયાની સાથે અડીખમ ઉભા હોવાનો દાવો કરતા મનોજ પનારાએ સરકારને સીધી ચેતવણી આપી છે. તેમણે માંગ કરી છે કે ખેડૂતોના સાચા પ્રશ્નોને સત્વરે પૂરા કરો અને આવી દબાવવાની રાજનીતિ બંધ કરો. જો આવનારા દિવસોમાં સરકાર દ્વારા આવા જ ખોટા પ્રયત્નો ચાલુ રહેશે તો ખેડૂતો દ્વારા એક બહુ મોટું આંદોલન ઊભું કરવામાં આવશે અને અંતે સરકારે ખેડૂતોની વાત માનવી જ પડશે.#MorbiUpdate #KisanAndolan #ManojPanara #KadubhaiAmrutiya #GujaratFarmers #MorbiNews #FarmersProtest #GujaratPolitics