હાલ એક જ આઇડી હોવાથી સમસ્યા, બીજી આઇડી આપવા માટે ગાંધીનગર રજુઆત મોરબી : મોરબી નગરપાલિકામાં જન્મ-મરણના દાખલાની સમસ્યા નિવારવા માટે કર્મચારીઓ દ્વારા રાત્રીના સમયે પણ કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મોરબી નગરપાલિકામાં જન્મ મરણના દાખલા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય અહીં 60થી 70 જેટલા ટોકન આપવામાં આવતા હતા. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. અનેક ધક્કા ખાવા છતાં પણ દાખલા ન નીકળતા હોવાની ફરિયાદો ઉઠી હતી. બીજી તરફ આજે આવેલા તમામ અરજદારોના ફોર્મ પાલિકાની ટીમે મેળવી લીધા હતા.બાદમાં અત્યારે રાત્રીના સમયે પણ દાખલા કાઢવાની કામગીરીનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ હાલ અહીં એક જ આઇડી હોય, વધુ એક આઇડી આપવા માટે ગાંધીનગર રજુઆત પણ કરવામાં આવી છે.