ટંકારા : નવ નિયુક્ત મોરબી જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અને પાયાના શિક્ષણને મહત્વ આપવા અને જૂન માસમાં નવા બાળકોના આંગણવાળી પ્રવેશ માટે આપેલ લક્ષ્યાંકને ધ્યાને લઈ ને પ્રવેશોત્સવ ના પૂર્વે ટંકારા ઘટક ના 75 આંગણવાળી મા 3-6 વર્ષના બાળકોની નોંધણી બાબતે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.વંચિત વિસ્તાર અને છેવાડાના ગામડાના વિસ્તારમાં આ.વા કાર્યકરો બહેનો દ્વારા સતત સર્વેના પ્રયાસ અને ઘટક ટંકારાના બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા સતત મહેનત અને ફોલોઅપ લઈ અને cdpo સહિતનો ઘટક સ્ટાફ મુખ્ય સેવિકા, પાપા પગલી કોર્ડીનેટર, nnm બ્લોક કોર્ડીનેટર ફિલ્ડમાં જઈ અને કાર્યકર સાથે મળેને આ ઝુંબેશને સફળ બનાવવાના 3-6 વર્ષના બાળકોની નોંધણી, સગર્ભા ધાત્રી અને કિશોરીને લાભ બાબતે માર્ગદર્શન અને આધાર બાબતે નવા આધાર કાર્ડ કઢાવવા અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિન્ક કરવા બાબતે પ્રયત્ન કરેલ. આ ઝુંબેસમાં છેલ્લા 4 મહિનામાં મા ઘટક ટંકારામાં કુલ 2741 જેટલા ટોટલ લાભાર્થીની નવી નોંધણી અને છેલ્લા 5 દિવસમાં 3-6 વર્ષના કુલ 450 નવા બાળકોની નોંધણી કરાવેલ છે.સરકાર અને જિલ્લા વિકાસ અધિકારીના આ ઝુંબેશને સાર્થક કરવા અવિરત પ્રયાસ અને કામગીરી ચાલુ રાખી છે.