મોરબી : આજરોજ તા. 8ને સોમવારે રોજ પાડલીયા હસુભાઈ બચુભાઈ તરફથી તેમના પિતાની પુણ્યતિથિ નિમિતે શકત શનાળા પ્લોટ શાળા, કુમાર શાળા અને કન્યા શાળા પરિવારને ભાવથી તિથિભોજન કરાવવામાં આવ્યું. આજરોજ હસુભાઈના પિતા બચુભાઈ પાડલીયાની પુણ્યતિથિ નિમિતે હસુભાઈ દ્વારા બાળકો તથા શાળા પરિવારને તિથિભોજન કરાવવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, હસુભાઈ પાડલીયા તરફથી દર વર્ષે એક વખત તિથિભોજન કરાવવામાં આવે છે. ત્યારે ગામના સારા માઠા પ્રસંગોએ તિથિભોજનની પરંપરાને જાળવી રાખવા તથા પ્રેરણાદાયી કાર્ય કરવા બદલ ત્રણે શાળાના આચાર્યો મહેશભાઈ રામાવત, ઇલાબેન ભુવા અને રમીલાબેન રાવલ તરફથી હસુભાઈ પાડલીયા નો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne