ગંભીર ઇજાઓ બાદ રાજકોટ સારવારમાં દમ તોડી દીધોમોરબી : વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા યુવાનને આર્થિકભીંસથી કંટાળી મકનસર નજીક ડેમુ ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા ગંભીર ઇજાઓ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના માટેલ ગામે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા દિનેશભાઇ સોમાભાઇ ચાવડાને બરાબર આવક થતી ન હોય સારી આવક મેળવવા અન્ય કોઈ કામધંધો મળતો ન હોવાથી આર્થિક સંકળામણમા આવી જતા મકનસર નજીક ડેમુ ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા ગંભીર ઇજાઓ સાથે રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમીયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.