ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે તારીખ 14-8-2024ના રોજ સવારે 10:30 કલાકે ગામમાં તિરંગા યાત્રા અને પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા પરેડમાં ગ્રામપંચાયતના સરપંચ રમેશભાઈ કુંડારીયા, ઉપસરપંચ, પંચાયતના સદસ્યો તથા ગ્રામજનો જોડાયાં હતાં. ગામમાં નીકળેલી તિરંગા યાત્રાથી ગામમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો અને સૌએ દેશભક્તિના નારા લગાવ્યા હતા.