મોરબી: આજે 10 ઓગસ્ટના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ 'હર ઘર તિરંગા અભિયાન' અંતર્ગત મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા તિરંગા બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા બાઈક યાત્રાનું પ્રસ્થાન નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર સાહેબની પ્રતિમા પાસેથી થયું હતું. આ તકે મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા તેમજ રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રભારી મહાવીરસિંહ જાડેજા, મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદીપભાઈ હુંબલ, મોરબી નગરપાલિકા ચેરમેન ભાવિકભાઈ જારીયા, મોરબી શહેર યુવા ભાજપ પ્રભારી ડી.ડી. જાડેજા, મોરબી જિલ્લા યુવા ભાજપ અગ્રણી જયપાલસિંહ રાઠોડ, મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપ પ્રમુખ અરુણભાઈ રામાવત, જયેશભાઇ ડાભી, મિતુલભાઈ ધ્રાંગા, રવિભાઈ રબારી, રાહુલભાઈ હુંબલ, યુવા ભાજપ મંત્રી શક્તિસિંહ જાડેજા, વિરલભાઈ ખાખરીયા, રાજેશભાઈ, ધવલભાઈ ત્રિવેદી, સિદ્ધરાજસિંહ ઝાલા, ITSMના શિવરાજસિંહ જાડેજા, સોશ્યલ મીડિયા સેલ જિલ્લાના ગોપાલભાઇ ભટ્ટ, જયભાઈ પાટડિયા, મોરબી શહેર યુવા મોરચાના નવનિયુક્ત કારોબારી સદસ્યો, સર્વે હોદેદારો હાજર રહ્યા હતા.