મોરબી : મોરબીના સેવાભાવી અજયભાઈ લોરીયા દ્વારા આવતીકાલે શનિવારે અને રવિવારે 25,000 રાષ્ટ્રધ્વજ અને હનુમાન ચાલીસાનું વિનામૂલ્યે વિતરણ કરાશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબીના સેવાભાવી અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા તા.13 ને શનિવારે બપોરે 12 વાગ્યાથી તા.14 ને રવિવારે સાંજે 7 વાગ્યા સુધી મોરબીના સુપર માર્કેટ પાસે 25,000 જેટલા તિરંગાનું વિનામૂલ્યે વિતરણ કરાશે. જેનો લાભ લેવા રાષ્ટ્પ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે.