ટંકારા : મોરબી જિલ્લાના ટંકારાના નાના ખીજડીયા ગામમાં પરિણીતાને સાસરિયાએ શારીરિક-માનસિક ત્રાસ આપીને દહેજની માંગણી તથા જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘરમાંથી કાઢી મુકવાની ફરિયાદ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મોરબીના ભડીયાદ ગામે જવાહર સોસાયટીમાં રહેતા પ્રેમિલાબેન(ઉ.વ. 22) ટંકારાના નાના ખીજડીયા ગામે રાહુલભાઈ શંકરભાઇ ચૌહાણના ઘરે સાસરે છે. તેમણે 2015થી અત્યાર સુધીના ગાળામાં પતિ રાહુલભાઈ, સાસુ મંજુબેન, સસરા શંકરભાઇ અને દિયર કેતનભાઈ સામે ઘરકામ બાબતે મેણાંટોણાં મારીને શારીરિક તથા માનસિક ત્રાસ આપી, ગાળો આપી, મારકૂટ કરીને દહેજ પેટે રૂપિયા 4 લાખની માંગણી કરીને પહેરેલ કપડે પ્રેમિલાબેનને ઘરમાંથી કાઢી મૂકીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પ્રેમિલાબેને મહિલા પોલીસસ્ટેશનમાં નોંધાવી છે. આ બાબતે મહિલા પોલીસસ્ટેશનના પી.એસ.આઈ. એ.વી. ગોંડલીયા તપાસ ચલાવી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne