કોંકણ રેલવે માર્ગ પર ચોમાસાના સમયગાળા દરમિયાન સ્પીડ લિમિટ (ગતિ પ્રતિબંધ) લાગુ રહેવાને કારણે 15 જૂન, 2026 થી 20 ઓક્ટોબર, 2026 સુધી મેલ/એક્સપ્રેસ અને પેસેન્જર સહિત 24 જોડી ટ્રેનોના સમયમાં કામચલાઉ ધોરણે ફેરફાર કરવામાં આવશે.જે ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે તેની યાદી નીચે મુજબ છે: • 1. ટ્રેન નંબર 10115/10116 બાંદ્રા ટર્મિનસ-મડગાંવ દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ • 2. ટ્રેન નંબર 12218/12217 ચંદીગઢ-તિરુવનંતપુરમ નોર્થ 'કેરલા સંપર્ક ક્રાંતિ' એક્સપ્રેસ • 3. ટ્રેન નંબર 12284/12283 હઝરત નિઝામુદ્દીન-એર્નાકુલમ 'દુરંતો' એક્સપ્રેસ • 4. ટ્રેન નંબર 12432/12431 હઝરત નિઝામુદ્દીન-તિરુવનંતપુરમ સેન્ટ્રલ 'રાજધાની' એક્સપ્રેસ • 5. ટ્રેન નંબર 12450/12449 ચંદીગઢ-મડગાંવ 'ગોવા સંપર્ક ક્રાંતિ' એક્સપ્રેસ • 6. ટ્રેન નંબર 12484/12483 અમૃતસર-તિરુવનંતપુરમ નોર્થ એક્સપ્રેસ • 7. ટ્રેન નંબર 12978/12977 અજમેર-એર્નાકુલમ 'મરુસાગર' એક્સપ્રેસ • 8. ટ્રેન નંબર 16311/16312 ગંગાનગર-તિરુવનંતપુરમ નોર્થ એક્સપ્રેસ • 9. ટ્રેન નંબર 16333/16334 વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ • 10. ટ્રેન નંબર 16335/16336 ગાંધીધામ-નાગરકોઇલ એક્સપ્રેસ • 11. ટ્રેન નંબર 16337/16338 ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ • 12. ટ્રેન નંબર 19260/19259 ભાવનગર ટર્મિનસ-તિરુવનંતપુરમ નોર્થ એક્સપ્રેસ • 13. ટ્રેન નંબર 19578/19577 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ • 14. ટ્રેન નંબર 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસ • 15. ટ્રેન નંબર 20924/20923 ગાંધીધામ-તિરુનેલવેલી 'હમસફર' એક્સપ્રેસ • 16. ટ્રેન નંબર 20910/20909 પોરબંદર-તિરુવનંતપુરમ નોર્થ એક્સપ્રેસ • 17. ટ્રેન નંબર 20932/20931 ઇન્દોર-તિરુવનંતપુરમ નોર્થ એક્સપ્રેસ • 18. ટ્રેન નંબર 22414/22413 હઝરત નિઝામુદ્દીન-મડગાંવ રાજધાની એક્સપ્રેસ • 19. ટ્રેન નંબર 22475/22476 હિસાર-કોઇમ્બતુર 'એસી' એક્સપ્રેસ • 20. ટ્રેન નંબર 22654/22653 હઝરત નિઝામુદ્દીન-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ • 21. ટ્રેન નંબર 22660/22659 યોગ નગરી ઋષિકેશ-તિરુવનંતપુરમ નોર્થ એક્સપ્રેસ • 22. ટ્રેન નંબર 22656/22655 હઝરત નિઝામુદ્દીન-એર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ • 23. ટ્રેન નંબર 09057 (19057) / 09058 (19058) સુરત-મંગલુરુ સ્પેશિયલ એક્સપ્રેસ • 24. ટ્રેન નંબર 22634/22633 હઝરત નિઝામુદ્દીન-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસરેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોની નોંધ લે. ટ્રેનોના સ્ટોપેજ અને સુધારેલા સમયપત્રક સંબંધિત વિસ્તૃત માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે તેવું પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકની યાદીમાં જણાવાયું છે. #MorbiUpdate #WesternRailway #KonkanRailway #MonsoonTimetable #IndianRailways #TrainScheduleChange #RailwayNews #GujaratNews