મોરબી: મોરબીના ધરમપુર(ટીંબડી) ગામે ઉમિયા યુવક ગરબી મંડળ દ્વારા આગામી તા. ૮ને ગુરુવારના રોજ મહાન ઐતિહાસિક નાટક મહાભારત તેમજ હાસ્ય કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી તાલુકાના ધરમપુર(ટીંબડી) ગામે ઉમિયા યુવક ગરબી મંડળ દ્રારા દર વષઁ ની જેમ આ વષેઁ પણ પક્ષીઓના ચબૂતરા તેમજ ચણના લાભાર્થે તા-૦૮ને ગુરુવારે બેસતા વર્ષના રોજ રાત્રે ૯:૦૦ કલાકે મહાન ઐતિહાસિક નાટક મહાભારત(અઢાર દિવસ નું યુદ્ધ) તેમજ સાથે પેટ પકડીને હસાવતૂ હાસ્ય રસિક કોમિક રજૂ કરવામાં આવશે.જેથી સમસ્ત ધરમપુર ગામ તથા ઉમિયા યુવક ગરબી મંડળ દ્રારા ધર્મપ્રેમી જનતા ને પ્રસિદ્ધ નાટક નિહાળવા પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.