રેતી ભરેલા ટ્રેક્ટરે અન્ય ટ્રેક્ટરની ટ્રોલી સાથે અકસ્માત સર્જતા ગ્રામજનો વિફર્યાહળવદ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામના પાદરમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં ગેરકાયદેસર રેતી ચોરી કરી ત્રણ ટ્રેક્ટર હળવદના ટીકર ગામમાંથી પસાર થતા હતા ત્યારે ફૂલ સ્પીડે નીકળેલા એક ટ્રેક્ટર ચાલકે ગામમાં પડેલ ટ્રેક્ટરની ટ્રોલી સાથે અકસ્માત સર્જતા ગ્રામજનો દ્વારા રેતી ભરેલા ત્રણેય ટ્રેક્ટરને અટકાવ્યા હતા જોકે ત્રણેય ટ્રેકટર ના ચાલકો ટ્રેક્ટર મૂકી નાસી છૂટ્યા હોય જેથી આ બનાવની જાણ પોલીસને કરી ત્રણેય ટ્રેક્ટર પોલીસને સોંપવામાં આવ્યા હતા.બનાવની જાણવા મળતી વિગત મુજબ ચાડધ્રા થી ગેરકાયદેસર રેતી ભરી ટીકરમાંથી ફૂલ સ્પીડે ત્રણ ફેક્ટરો પસાર થતા હોય જેમાં એક ટ્રેક્ટર ચાલકે ગામમાં પડેલ ટ્રેક્ટરની ટ્રોલી સાથે અકસ્માત સર્જતા ગ્રામજનો વિફર્યા હતા અને ગેરકાયદેસર રેતી ભરેલા ત્રણેય ટ્રેક્ટરોને અટકાવી આ બનાવની જાણ હળવદ પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસ આવે તે પહેલા ત્રણેય ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટરો મુકી ફરક થઈ ગયા હતા. પોલીસ ટીકર ગામે દોડી જઈ ત્રણેય ટ્રેક્ટરને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઈ આવી ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.