મોરબી : કોરોના વાઈરસની મહામારીના કપરા સમયે મોરબીના પંચેશ્વરી મિત્ર મંડળ, મામાદેવ ગ્રુપ તથા દશામાં ગ્રુપના સંયુક્ત ઉપક્રમે પંચેશ્વરી માતાજીની વાડીએથી ગરીબોને ટિફિન પાર્સલની વહેંચણી કરવામાં આવી રહી છે. જેમાં ચાર ગોડાઉન વિસ્તાર, વીસીપરા મેઈન રોડ, મહાકાળી ઓઇલ મીલ, સ્મશાન રોડ તેમજ અન્ય વિસ્તારોમાં ટિફિન પાર્સલ ની વહેચણી કરવામાં આવી રહી છે.