ખાસ ગરમ વસ્ત્ર બજાર માટે નગરપાલિકાએ જગ્યા ફાળવતા તિબેટીયન માર્કેટ શરૂ મોરબી : મોરબીમાં દિવાળી પહેલા જ દાબતા પગલે ઠંડીએ દસ્તક મારી દીધી છે. જો કે હજુ સવારે થોડી ઠંડી લાગતી હોય દિવાળી પુરી થયા બાદ ઠંડીની મૌસમ જામવાની શકયતાને પગલે ખાસ ગરમ વસ્ત્ર બજાર તિબેટીયન માર્કેટનો પ્રારંભ થયો છે. આ ખાસ ગરમ વસ્ત્ર બજાર માટે નગરપાલિકાએ જગ્યા ફાળવતા તિબેટીયન માર્કેટ ધમધમી ઉઠ્યું છે. મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી દરેક ઠંડીની સિઝનમાં તિબેટીયનો પોતાના પ્રદેશના અલભ્ય પ્રકારના ગરમ વસ્ત્રો સાથે પડાવ નાખતા હોય છે અને મોરબીમાં આ તિબેટીયન માર્કેટની જોરદાર ડિમાન્ડ રહે છે. નાનાથી મોટા વર્ગના દરેક લોકો આ તિબેટીયન માર્કેટમાં ગરમ વસ્ત્રો ખરદીવા માટે પડાપડી કરે છે.ત્યારે હવે દિવાળી પૂર્વ જ છેલ્લા કેટલાક દિવસોથી થોડી ઠંડી અનુભવવા લાગી છે અને સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે તેથી દર વખતની જેમ આ વર્ષે પણ અગાઉથી ગરમ વસ્ત્રો સાથે તિબેટીયનોએ મોરબીમાં પડાવ નાખ્યો છે. આ લોકોને રોજી રોટી મળે તેમજ લોકોને પણ સારા અને સસ્તા ગરમ વસ્ત્રો મળી રહે તે માટે મોરબી નગરપાલિકાએ તિબેટીયન માર્કેટને ખાસ જગ્યા ફાળવી છે.જેમાં ગઈકાલે ધનતેરસના દિવસે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પેટ્રોલ પંપની બાજુમાં તિબેટીયન માર્કેટનો પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ, સભ્યો લાભુબેન પરબતભાઈ, ભરતભાઈ જારીયા તેમજ ધીરુભાઈ સુરેલીયાના હસ્તે પ્રારંભ થયો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..