રૂ.700થી લઈ રૂ.2500 સુધીના જેકેટ : યુવાનોમાં કાર્ગો જેકેટનો વધુ ક્રેઝ : ગત વર્ષે સિઝન ફિક્કી રહ્યા બાદ આ વર્ષે વેપારીઓને ઘણી આશા : તિબેટીયન બજારનું શિયાળાનું અંદાજે એક કરોડનું માર્કેટમોરબી : મોરબીમાં ઠંડીનો ચમકારો થતા તિબેટીયન બજાર ધમધમતું થયું છે. આ વખતે સ્વેટરના ભાવમાં કોઈ વધારો થયો નથી. બીજી તરફ દરરોજ ધીમી ગતિએ અહીં ગ્રાહકો આવી રહ્યા છે. ગત વર્ષની સિઝન ફિક્કી રહ્યા બાદ આ વર્ષે તિબેટીયન વેપારીઓ ઘણી આશા લઈને બેઠા છે. તિબેટીયન વેપારી લાકપાએ જણાવ્યું કે 12 તિબેટીયન પરિવાર છેલ્લા 10 વર્ષથી અહીં સ્વેટરનું વેચાણ કરવા આવે છે. તેઓએ શિયાળાના ચાર મહિના દરમિયાન શનાળા રોડ ઉપર બાયપાસ પાસે વિશાળ જગ્યામાં સ્ટોલ નાખ્યા છે. અહીં એક સ્ટોલ સીઝનમાં અંદાજે રૂ.10 લાખના સ્વેટરનું વેચાણ કરે છે. આમ 4 મહિનામાં તિબેટીયન બજારમાં રૂ.1 કરોડનો વેપાર થાય છે. તેઓએ ઉમેર્યું કે અહીં રૂ.700થી લઈ રૂ.2500 સુધીના જેકેટ મળે છે. કાર્ગો એટલે કે કોટન જેકેટનું યુવાનોમાં વધુ આકર્ષણ છે. અહીં બાળકો, પુરૂષો તેમજ મહિલાઓ માટે સ્વેટર, જેકેટ, સાલ, ટોપી સહિતની આઇટમોની વિશાળ વેરાયટી છે. તમામ માલ દિલ્હી-લુધીયાણામાં બને છે. બાળકોમાં 10 ટકા જેટલી વેરાયટી ચાઈનાની છે. ____________________________________________તિબેટીયનો શિયાળામાં સ્વેટરનો ધંધો કરે છે, બાકી કર્ણાટકમાં ખેતી ઉપર નિર્ભરલાકમાએ જણાવ્યું કે તેઓનું તિબેટીયન રેફ્યુજી સ્વેટર એસોસિએશન છે. તેઓ 60 વર્ષ પહેલાં તિબેટથી આવી કર્ણાટકમાં વસ્યા છે. તેઓનો મૂળ વ્યવસાય ખેતી છે શિયાળાની સીઝનમાં તેમના સમુદાયના તમામ યુવાનો તથા યુવતીઓ દેશભરમાં સ્વેટરના ધંધા માટે બહાર જાય છે. ____________________________________________બાળકો માટેની 10 ટકા આઇટમો ચાઈનીઝ, બાકી વધુ મેડ ઇન ઇન્ડિયાલાકમાએ વિગતો આપતા જણાવ્યું કે સ્વેટર, જેકેટ સહિતની તમામ આઇટમો દિલ્હી- લુધિયાણામાં બને છે. માત્ર બાળકોમાં ટોપી, કાનપટ્ટી જેવી 10 ટકા આઈટમો ચાઈનાની છે. આ આઇટમોનું મટીરીયલ્સ એકદમ અલગ હોય છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે લુધિયાણા- દિલ્હીમાં જે માલ બને છે. તેમાં અમુક રો-મટીરિયલ્સ ચાઈનાથી આવે છે.____________________________________________