મોરબી : કોરોના સામેની લડાઈમાં મોરબીની આમ આદમી પાર્ટીના સભ્યો પણ મેદાને આવ્યા છે. ગઈ કાલે મળેલી મિટિંગમાં આવનારા દિવસોમાં કોરોનાને લઈને કરવામાં આવનાર કામગીરી અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો. ગઈ કાલે આમ આદમી પાર્ટી મોરબીના હોદ્દેદારોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી સમયમાં કોરોના વાઇરસ સામે લડવા વિવિધ પગલાંઓ ભરવા અંગે ચર્ચા થઈ હતી. જેમાં ખાસ કરીને કોરોનાનો પ્રકોપ વધે નહિ તે માટે જનજાગૃતિ લાવવા ખાસ અભિયાન ચલાવવામાં આવશે. લોકોને ડરવાની નહિ સાવચેત રહેવાની જરૂર છે એ સંદેશ જનજન સુધી પહોંચાડવા માટે આયોજન હાથ ધરાયુ છે. ટીઆરબી જવાનો (શહેરમાં ટ્રાફિક સ્વયંસેવકો)ને રોગ પ્રતિરોધક દવાઓ અને રૂમાલનું વિતરણ કરવાનો ઠરાવ આ મિટિંગમાં કરવામાં આવ્યો હતો તેમ મોરબી શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી પરેશ પારિયાએ એક યાદીમાં જણાવ્યું છે.