મોરબી : આમ આદમી પાર્ટીના મહીલા પ્રદેશ અધ્યક્ષ રીતુબેન બંસલ મોરબી જીલ્લાની મુલાકાતે આવ્યા હતા. જિલ્લાની મહીલાઓ સાથે મિટિંગ કરી મહીલા સંગઠનને મજબૂત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરી હતી. આગામી દિવસોમાં તમામ ચુંટણીઓ માટે મહીલા ઉમેદવાર પસંદ કરવા માટે મોરબી જિલ્લામાં સોનલબેન શાહને કામગીરી સોંપવામાં આવી છે. સંગઠન વિશે રીતુબેને પ્રવચન આપતા આવનારા દિવસોની રણનીતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે મોરબી જીલ્લાના તમામ તાલુકા તથા શહેર પ્રમુખો તથા ક્રાંતિકારી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.