દફ્તરી શેરીમાં રહેતા 39 વર્ષના યુવાન અને રવાપર રોડ પરની પ્રમુખ સોસાયટીમાં રહેતા 53 વર્ષના આધેડનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો મોરબી : મોરબી શહેરમાં કરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાય રહ્યું છે અને કોરોનાના સંક્રમીતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે આજે ગુરુવારે બપોરે 12 વાગ્યો કોરોનાના 2 કેસ નોંધાયા બાદ બપોરના 3-20 વાગ્યે વધુ કોરોનાના બે કેસ સામે આવ્યા છે. જેમાં દફ્તરી શેરીમાં રહેતા 39 વર્ષના યુવાન અને રવાપર રોડ પર, ઓમ પાર્ટીપ્લોટ નજીક પ્રમુખ હાઈટ્સમાં રહેતા 53 વર્ષના આધેડનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. મોરબીની દફતરી શેરીમાં રહેતા 39 વર્ષના યુવાન જગદીશભાઈ ગોપાલભાઈ ચૌહાણનું સદભાવના હોસ્પિટલ મોરબીમાથી સેમ્પલ લેવાયા બાદ આજે તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેમજ મોરબીના રવાપર રોડ પર, ઓમ પાર્ટી પ્લોટ નજીક આવેલ પ્રમુખ હાઈટ્સમા રહેતા 53 વર્ષના આધેડ જીતેન્દ્રભાઈ હંસરાજભાઈ કાવઠીયાનું ખાનગી હોસ્પિટલ મોરબી ખાતેથી સેમ્પલ લેવાયા બાદ આજે તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જો કે આ બન્ને દર્દીઓના સેમ્પલ પ્રાઇવેટ લેબોરેટરી સુપ્રા ટેક અમદાવાદ તરફથી પોઝિટિવ જાહેર કરવામાં આવેલ છે. હાલ બંને દર્દીની તબિયત સારી છે.આ સાથે આજે ગુરુવારના ચાર કોરોનાના કેસ નોંધાયા છે અને મોરબી જિલ્લાના કોરોનાના કુલ 74 કેસ થયા છે. જો કે મોરબી શહેરમાં કોરોનાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે અને રોજ નવા નવા કેસો સામે આવી રહ્યા છે. આથી, શહેરમાં કોરોનાનો કહેર હવે ખતરનાક ઝોનમાં પહોંચી ગયો છે, જે ચિંતાજનક બાબત છે. 9 જુલાઈ, ગુરુવારે નોંધાયેલા નવા કોરોના કેસની વિગત 1) મોરબી શહેર, કેનાલ રોડ, રામકો બંગલો પાછળ, ગજાનંદ પેલેસ : રાજેશભાઈ નારણભાઈ ગાંભવા (ઉ.42) 2) મોરબી શહેર, કેનાલ રોડ, રામકો બંગલો પાછળ, ગજાનંદ પેલેસ : દમયંતીબેન રાજેશભાઈ ગાંભવા (ઉ.37) 3) મોરબી શહેર, ગ્રીનચોક વિસ્તાર, દફ્તરી શેરી : જગદીશભાઈ ગોપાલભાઈ ચૌહાણ (ઉ.39) 4) મોરબી શહેર, રવાપર રોડ, ઓમ પાર્ટીપ્લોટ નજીક, પ્રમુખ હાઇટ્સ : જીતેન્દ્રભાઈ હંસરાજભાઈ કાવઠીયા (ઉ.53) કુલ કેસ : 74 મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/