રામકો બંગલો પાસે રહેતા પતિ-પત્નીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ : મોરબી તાલુકામાં કોરોનાની ફિફટી પુરી મોરબી : મોરબી શહેરમાં આજે ગુરુવારે બપોરે 12 વાગ્યે વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પતિ-પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી તાલુકામાં કુલ કેસ 51 અને મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 72 થઈ ગયો છે. મોરબી શહેરમાં આજે નવા નોંધાયેલા બે કેસની મળતી વિગત મુજબ મોરબીના કેનાલ રોડ પર રામકો બંગલો પાછળ આવેલા ગજાનંદ પાર્કમાં ગજાનંદ પેલેસ-104માં રહેતા રાજેશભાઇ નારણભાઇ ગાંભવા (ઉ.42), અને તેમના પત્ની દમયંતીબેન રાજેશભાઇ ગાંભવા (ઉ.37)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓના રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા સેમ્પલ લઈ અમદાવાદની ખાનગી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. હાલ તેઓ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને તેમની તબિયત પણ સારી છે. આજના આ બે કેસ સાથે એકલા મોરબી તાલુકામાં કુલની સંખ્યા 51 થઈ ગઈ છે. આમ કોરોનાએ એકલા મોરબીમાં જ અડધી સદી પુરી કરી લીધી છે. જ્યારે આજના બે કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 72 થઈ ગયો છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/