મોરબી : મોરબીમાં ગુરુવારે બપોર બાદ વાદળછાયા વાતાવરણ સર્જાયા બાદ સાંજે જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો.26 જૂન, ગુરુવારે સાંજે મોરબી, ટંકારા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. વીજળીના જોરદાર કડાકા ભડાકા અને ગાજવીજ સાથે મેઘરાજાએ વરસાદ વરસાવાનું શરૂ કર્યું હતું.