બે દિવસના એક્ઝિબિશનમાં ફેશનવેરથી લઈને ફૂડ અને હોમ ડેકોર સુધીની તમામ આઇટમો હશે મોરબી : નવરાત્રી સ્પે. એક્ઝિબિશનની ભવ્ય સફળતા બાદ લોકલાગણીને માન આપીને મોરબી અપડેટ દ્વારા ગુરૂ-શુક્ર દિવાળી સ્પે. મોરપીંછ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 70થી વધુ સ્ટોલ હશે. તો આ એક્ઝિબિશનમાં પધારવાનું ભૂલશો નહિ. દર વર્ષે અવનવા કાર્યક્રમો આપીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતું મોરબીવાસીઓનું પોતાનું માધ્યમ મોરબી અપડેટ આ વખતે ફરી એક ઇવેન્ટ લઈને આવ્યું છે. જેમાં રવાપર ચોકડી ખાતે આવેલ સ્વાગત હોલમાં આગામી તા.6 અને 7 ઓક્ટોબરના રોજ મોરપીંછ દિવાળી સ્પે. ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ગાર્મેન્ટ્સ, ફૂટવેર, હોમ ડેકોર, દિવાળી સ્પેશિયલ આઈટમ, જવેલરી, ચણીયાચોલી, ગૃહ ઉદ્યોગ, અથાણા, કોડીયા, ફૂટવેર, જવેલરી, ટોયઝ, ફૂડ સ્ટોલ, સ્પેશિયલ એક્ટ્રેશન સહિતના 70થી વધુ સ્ટોલ હશે. અહીં વિશાળ જગ્યા ઉપરાંત વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, સિક્યોરિટી સહિતની અનેક સવલતો હશે. જેથી અહીં આવનાર બહેનોને કોઈ તકલીફ ન પડે. આ એક્ઝિબિશનનું આયોજન મોરબીના નાના વેપારીઓ તથા ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેમજ બહેનોને એક જ સ્થળેથી તમામ ચીજ-વસ્તુઓની આનંદ-ઉલ્લાસ સાથે ખરીદી થાય તે હેતુથી કરવામાં આવ્યું છે. અહીં બહેનો માટે એન્ટ્રી નિઃશુલ્ક છે. વધુ વિગત માટે સંપર્ક કરો વિપુલ પ્રજાપતિ - 99130 53249