મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-મોરબી દ્વારા ધોરણ 10થી 12 તેમજ કોલેજના વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવનદર્શન કરાવામાં આવશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે. એબીવીપી દ્વારા દર વર્ષે વેકેશનમાં વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવનદર્શન કરાવવામાં આવે છે. જેમાં આપણી ગ્રામ્ય સંસ્કૃતિ અને ત્યાંના લોકોની જીવનશૈલી, જનજાતિ વિસ્તારની અનુભૂતિ, ગામના કુદરતી દ્રશ્ય જેવી વિવિઘ અનુભુતિ આ ગ્રામ્ય જીવન દર્શનમાં થાય છે. આમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ જોડાશે. આ માત્ર ધોરણ 10,11,12 અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે. ગ્રામ્ય અનુભૂતિમાં જોડાવા માટે એબીવીપી મોરબી દ્રારા દરેક વિદ્યાર્થીઓને અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે શિવાંગભાઈ નાનક - 9925565508, કર્મભાઈ કાસુન્દ્રા - 9106355350 નો સંપર્ક કરવા જણાવ્યું છે.