મોરબી : મોરબી તાલુકા પોલીસે લાલપર અને ભડિયાદ ગામે બે અલગ અલગ દરોડા પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ત્રણ શખ્સને ઝડપી લઈ 940ની રોકડ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાલપર ગામે તાલુકા પોલીસે કલ્પેશ દિનેશભાઇ મજેઠીયા ઉ.24 નામના શખ્સને રૂપિયા 470 રોકડા સાથે વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં ભડિયાદ ગામની સીમમાં રામપીર ઢોળા ફાટક પાસેથી સુનિલ કેશુભાઈ ઓગણિયા રહે.વીસીપરા અને રણછોડ કેશુભાઈ ઓગણિયા રહે.વીસીપરા વાળાને રોકડા રૂપિયા 470 સાથે વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.