પી.જી.પટેલ કોલેજ અને લાયન્સ ક્લબના સયુંકત ઉપક્રમે મહિલા દિન ઉજવાયો મોરબી : પી.જી.પટેલ કોલેજ-મોરબી તથા લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સયુંકત ઉપક્રમે મહિલા દિન નિમિતે “DONATE HAIR, DONATE HOPE” અભિયાન ચલાવવામાં આવ્યું હતું.કેન્સર પીડિતોને કીમોથેરાપીથી ગુમાવેલા વાળ ફરી આપી શકાય એ માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.આ અભિયાનમાં કોલેજની બે વિધાર્થીનીઓ સ્વેચ્છાએ પોતાના વાળનું દાન કર્યું હતું.મોરબીની એક મહિલાએ પણ વાળ દાન કરેલ હતા.તમામ દાતાઓને વિશેષ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. પી.જી.પટેલ કોલેજ મોરબી અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે આંતરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે કેન્સર પીડિતો માટે ખાસ “DONATE HAIR, DONATE HOPE” અભિયાન ચલાવવામાં આવ્યું હતું.જે અંતર્ગત કેન્સરના ઈલાજ સબબ પોતાના વાળ ગુમાવી ચુકેલા અને હતાશ થયેલા દર્દીઓને એક આશાનું કિરણ અર્પણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વ્યક્તિની ખરી સુંદરતા તેના વાળને કારણે હોય છે.પરંતુ કેન્સર પીડિતોને કીમોથેરાપી હેઠળ પોતાના વાળ ગુમાવવાનો વારો આવે છે અને પોતે હતાશ થઇ જતા હોય છે.આવા કેન્સર પીડિતોના લાભાર્થે આજ રોજ મહિલા દિન નિમિતે મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે કોલેજની બે વિધાર્થીનીઓ દ્વારા વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વેચ્છાએ પોતાના વાળનું દાન કર્યું હતું.અને એક પ્રેરણારૂપ ઉદાહરણ રજુ કર્યું હતું. જેમાં B.Com Sem-6 માંથી ચાવડા ખુશાલી કૈલાશભાઈ તેમજ B.Com Sem-4 માંથી પિત્રોડા શ્વેતા અલ્પેશભાઈએ પોતાના વાળનું દાન આપ્યું હતું.તેમજ મોરબી શહેરમાંથી અન્ય એક બહેન થડોદા કીર્તિબેન રાકેશભાઈએ પણ પોતાના વાળનું દાન કર્યું હતું.ઉપરોક્ત તમામ દાતાઓને વિશેષ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ તબક્કે પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ,આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ,લાયન્સ ક્લબ મોરબી નઝરબાગમાંથી પ્રમુખ ડો.પ્રેયસ પંડ્યા ZC તુષાર દફતરી,સમીર ગાંધી,વિનુભાઈ અગરિયા,પિયુષ પટેલ તેમજ લાયન્સ ક્લબ સુરેન્દ્રનગર ક્રાઉનમાંથી જીજ્ઞાસાબેન નાયક અને કાશ્મીરાબેન ગોવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.