મોરબી : મોરબીના ઉમીયાનગરમાં ત્રણ મહિલાઓ જાહેરમાં જુગાર રમતી પકડી પાડવામાં આવી છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય મહિલાઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 2ના રોજ મોરબી શહેરમાં સીરામીક સીટી પાછળ ઉમીયાનગરના ઢોરે જીવણભાઇના ઘર પાસે જાહેરમાં જુગાર રમતા રાજુબેન જીવણભાઇ પીપળીયા, પારૂલબેન સંજયભાઇ સેલાણીયા તથા જયશ્રીબેન મહેશભાઇ ભાલપરાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 820 જપ્ત કર્યા છે. તેમજ આરોપીઓની અટકાયત કરી છે.